7 મહિનામાં RBIને બીજો આંચકો, ડે. ગવર્નર વિરલ આચાર્યનું રાજીનામું

આરબીઆઈના સૌથી નાની ઉંમરના ડેપ્યૂટી ગવર્નર રહ્યા છે વિરલ આચાર્ય (ફાઇલ)

પોતાનો કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલાં જ વિરલ આચાર્યે આપ્યું રાજીનામું

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને એક મોટો આંચકો લાગ્યો છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. 7 મહિનાની અંદર આ બીજી વાર છે કે કોઈ ઉચ્ચ અધિકારીએ કાર્યકાળ પૂરો થયા પહેલા જ પોતાના પદે છોડી દીધું છે. આ પહેલા આરબીઆઈ ગવર્ન ઉર્જિત પટેલે ડિસેમ્બરમાં અંગત કારણ જણાવતા પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

  વિરલ આચાર્ય 23 જાન્યુઆરી 2017ના રોજ ડેપ્યુટી ગવર્નરના પદે નિયુક્ત થયા હતા. તેમનો આ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, પરંતુ કાર્યકાળ પૂરો થવાના 6 મહિના પહેલા જ તેમણે રાજીનામું સોંપી દીધું. ફેબ્રુઆરી 2020માં તેમને સીવી સ્ટાર પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ તરીકે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસ (એનવાઈયૂ સ્ટર્ન) પરત જવાનું હતું, પરંતુ આચાર્ય આ વર્ષે ઓગસ્ટમાં જઈ રહ્યા છે.

  બિઝનેસ સ્ટાન્ડર્ડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની સમીક્ષાની બેઠકના થોડા સપ્તાહ પહેલા જ રાજીનામું આપી ચૂક્યા હતા. જુલાઈ પૂરો થવાના થોડા દિવસ પહેલા જ આચાર્ય પદ મુક્ત થઈ જશે. ડેપ્યૂટી ગવર્નરે રાજીનામાની પાછળ ખાનગી કારણનો હવાલો આપ્યો છે. જોકે, વધુ ભાર મૂકાતાં તેઓએ કહ્યું કે, સ્કૂલમાં મારા એક શિક્ષકે કહ્યું કે, જ્યારે તમારું કામ જાતે બોલે તો વચ્ચે દખલ ન કરો.

  નોંધનીય છે કે, ગયા વર્ષે 10 ડિસેમ્બરે ઉર્જતિ પટેલે આરબીઆઈના ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી જ બેન્કિંગ સેક્ટરમાં ચર્ચા હતી કે વિરલ આચાર્ય પણ રાજીનામું સોંપી શકે છે. ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસને આરબીઆઈના ગવર્નર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો, ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા બદલ RBIએ HDFC બેંકને રૂ.1કરોડનો દંડ કર્યો
  Published by:Mrunal Bhojak
  First published: