મુંબઈ: માર્ચ મહિના પછી પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે (Demonetization of old banknotes) તેવા અહેવાલ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈએ આજે (સોમવારે) પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ અંગેના જે અહેવાલ ફરતા થયા છે તેમાં કોઈ તથ્યો નથી. આરબીઆઈ (RBI)ની આવી કોઈ યોજના નથી. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક તરફથી 100 રુપિયાની નવી નોટ વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી.
આરબીઆઈનું ટ્વીટ:
આરબીઆઈ તરફથી સોમવારે બપોરે 3:14 વાગ્યે ટ્વીટ કરવામાં આવ્યું છે કે, "મીડિયામાં 100, 10 અને પાંચ રૂપિયાની ચલણી નોટો નજીકના ભવિષ્યમાં બંધ કરવામાં આવશે તેવા પ્રગટ થયેલા અહેવાલ સત્યથી વિહોણા છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ અહેવાલ ખોટા છે."
તાજેતરમાં એવા અહેવાલ વહેતા થયા હતા કે માર્ચ, એપ્રિલ પછી 100, 10 અને 5ની જૂની નોટો ચલણમાં નહીં રહે. આ જાણકારી રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર બી મહેશે આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આરબીઆઈ જૂની નોટોની સીરિઝ પરત લેવાની યોજના પર કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં સરકારે એકાએક 500 અને 1000 રુપિયાની જૂની નોટો બંધ (demonetization)કરી દીધી હતી, જેનાથી અફરાતફરી મચી હતી. 100,10 અને પાંચ રૂપિયાની જૂની નોટો બંધ થવાના અહેવાલ બાદ પણ લોકોમાં થોડો ફફડાટ જોવા મળ્યો હતો.
With regard to reports in certain sections of media on withdrawal of old series of ₹100, ₹10 & ₹5 banknotes from circulation in near future, it is clarified that such reports are incorrect.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી. જેના પર ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી રાણકી વાવની તસવીર આવેલી છે. આ પહેલા, 8 નવેમ્બર 2016ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200ની નોટો શામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર