મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટ કંપનીઓ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સુવિધાનુ વિસ્તરણ કર્યું છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ફિનટેક અને પેમેન્ટ કંપનીઓ પણ હવે એનઈએફટી તથા આરટીજીએસના માધ્યમથી નાણાં ટ્રાન્સફર કરી શકશે. અત્યારસુધી માત્ર બેંકોને જ આરટીજીએસ અને NEFTના માધ્યમથી ચૂકવણીની મંજૂરી આપવામાં આવતી હતી.
રિઝર્વ બેંકનું કેવું છે કે, આ સુવિધા વધારવાથી ફાઇનાન્શિયલ સિસ્ટમમાં સેટલમેન્ટના જોખમને ઓછું કરવામાં મદદ મળશે. તેમજ દેશમાં ડિજિટલ ફાઇનાન્સ સર્વિસિસને પ્રોત્સાહન પણ મળશે.
રેપો અને રિવર્સ રેપોરેટમાં કોઈ ફેરફાર નહીં
આરબીઆઈના ગવર્નરે કહ્યું હતું કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જ રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી વિકાસ સ્થિર ન થાય ત્યાં સુધી પોલીસી રેટ એકોમડેટીવ રહેશે. એટલે કે, હવે તમારા હોમ અને ઓટો લોન સહિતના હપ્તા પહેલાની જેમ જ રહેશે. હપ્તા ઓછા થવા માટે હજુ ઘણો સમય લાગશે. આ સાથે જ રિઝર્વ બેંકના ગવર્નરે 2021-22 માં 10.5 ટકા જીડીપીની અપેક્ષા વ્યક્ત કરી હતી.
વધુમાં કહ્યું હતું કે, TLTRO (argeted Long-Term Repo Operations ) સ્કીમની અવધી છ મહિના એટલે કે, 30 સપ્ટેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, આરબીઆઈ પોતાના અલગ-અલગ માધ્યમથી બજારમાં તરલતા સપોર્ટ દેવાનું ચાલુ રાખશે.
એમપીસીએ નાણાકીય વર્ષ 2021-22ની પ્રથમ અને દ્વિતીય ત્રિમાસિકમાં સરેરાશ મોંઘવારી દર 5.2 ટકાનો અંદાજ લગાવ્યો હતો. ત્રીજા ત્રિમાસિકમાં 4.4 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 5.1 ટકા રહેવાનું અનુમાન છે. રિઝર્વ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2021 22માં દેશનો વિકાસદર 10.5 ટકા રહી શકે છે. આ પણ વાંચો: PMને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવો એ મારું સૌભાગ્ય: પંજાબની સિસ્ટર નિશા શર્મા
શક્તિકાંત દાસે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્રીય બેંક વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં એક લાખ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદશે. તેમણે ઉમેર્યું કે, વર્ષ 2021 22માં તમામ સરકારી બોન્ડની ખરીદી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય બેંક 15 એપ્રિલના રોજ રૂ.25,000 કરોડના બોન્ડની ખરીદી કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર