રેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો

News18 Gujarati
Updated: September 19, 2020, 8:08 AM IST
રેલવેની 20 જોડી ક્લોન ટ્રેન માટે આજથી રિઝર્વેશન શરૂ, બુકિંગ પહેલા જાણી લો આ વાતો
પ્રતિકાત્મક તસવીર

Clone Trains Booking: રેલવે 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન શરૂ કરશે, આ માટે આજથી એટલે કે 19 સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું.

  • Share this:
નવી દિલ્હી: તાજેતરમાં જ રેલવે મંત્રાલય (Railway Ministry) તરફથી 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન (Clone Trains) ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ક્લોન ટ્રેનો માટે રિઝર્વેશન 19 સપ્ટેમ્બર એટલે કે આજથી શરૂ થઈ રહ્યું છે. આ ક્લોન ટ્રેન સંપૂર્ણ આરક્ષિત (Fully Reserved) હશે તેમજ પહેલાથી નિર્ધારિત સમય પર જ દોડશે. આ ટ્રેનની ઝડપ મુખ્ય ટ્રેનથી વધારે હશે. આ સાથે જ આ ટ્રેન મુખ્ય ટ્રેનો કરતા બહુ ઓછા સ્ટેશન (Limited Stoppages) પર ઊભી રહેશે. જેનાથી બંને ટ્રેન પોતાના નિર્ધારિત સ્ટેશન પર લગભગ એક જ સમયે પહોંચી જશે.

કેટલું ભાડું હશે?

રેલવે મંત્રાલયે જણાવ્યું કે 19 જોડી ક્લોન સ્પેશિયલ ટ્રેનને હમસફર રેક્સ (Humsafar Rakes)નો ઉપયોગ કરીને ચલાવવામાં આવશે. જ્યારે એક જોડી લખનઉ દિલ્હી ક્લોન સ્પેશિયલ ટ્રેનને જનશતાબ્દી એક્સપ્રેસ (Jan Shatabdi Express)ની જેમ ચલાવવામાં આવશે. હમસફર રેકનું ભાડું હમસફર ટ્રેન જેટલું જ હશે. જ્યારે જનશતાબ્દી રેકનું ભાડું જનશતાબ્દી એક્સપ્રેસ જેટલું હશે.

આ પણ વાંચો: મુદ્દામાલમાં જપ્ત કરાયેલી કાર PSIના પત્ની વાપરતા હતા, PSIને સસ્પેન્ડ કરાયા

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ક્લોન સ્પેશિયલ ટ્રેન પહેલા ચાલી રહેલી સ્પેશિયલ ટ્રેનોથી વધારાની હશે. રેલ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા સમયપત્રક પ્રમાણે, બિહારના પાંચ સ્ટેશન પરથી ક્લોન ટ્રેન ચાલશે. જ્યારે ત્રણ ટ્રેન પંજાબના અમૃતસરથી ચાલશે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી શરૂ થઈને દિલ્હી આવતી ક્લોન ટ્રેન ફક્ત બે સ્ટેશન લખનઉ ને મુરાદાબાદમાં રોકાશે. ક્લોન ટ્રેન ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યો વચ્ચે દોડાવવામાં આવશે.

કન્ફર્મ ટિકિટ મળશે

રેલવેએ ક્લોન ટ્રેનનો પ્લાન એવા સ્ટેશન માટે બનાવ્યો છે જ્યાં વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબુ છે. આ પ્લાન અંતર્ગત એવા વ્યસ્ત રૂટ પર દરેક મુસાફરને કન્ફર્મ ટિકિટ મળશે. આ માટે જ ક્લોન ટ્રેન ચલાવવામાં આવી રહી છે. સરળ ભાષામાં કહીએ તો મુખ્ય ટ્રેન રવાના થયા બાદ એ જ રૂટ પર બીજી ટ્રેન એ જ પ્લેટફોર્મ પરથી રવાના થશે, આ ટ્રેન વેઇટિંગ લિસ્ટવાળા પ્રવાસીઓ માટે દોડાવવામં આવશે. જેનાથી વેઇટિંગ ટિકિટવાળા લોકો લગભગ એટલા જ સમયમાં ગંતવ્ય સ્ટેશન સુધી પહોંચી શકશે.

આ પણ વાંચો: શું ખાદ્ય સામગ્રીથી પણ ફેલાય છે કોરોના વાયરસ? સરકારે આપ્યો આ જવાબ

આજથી બુકિંગ શરૂ

રેલ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આ ક્લોન ટ્રેન માટે બુકિંગ પ્રક્રિયા આજથી એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. મુસાફરીના દિવસથી 10 દિવસ પહેલા બુકિંગ કરાવી શકાશે. એટલે કે તમે ટિકિટ બુક કરાવશો તેના 190 દિવસની અંદર તમારે મુસાફરી શરૂ કરવી પડશે.
Published by: Vinod Zankhaliya
First published: September 19, 2020, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading