આવી હશે રૂ.100ની નવી નોટ, ગુજરાતના ઐતિહાસિક સ્થળને મળ્યું સ્થાન

News18 Gujarati
Updated: July 20, 2018, 11:38 AM IST
આવી હશે રૂ.100ની નવી નોટ, ગુજરાતના ઐતિહાસિક સ્થળને મળ્યું સ્થાન

  • Share this:
2000, 500, 200, 10ની નોટ બાદ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટનો પ્રથમ લૂક જાહેર કર્યો છે. નવા નોટનો રંગ રીંગણ કલરનો હશે અને તેના પર વૈશ્વિક ધરોહરમાં સામેલ ગુજરાતની ઐતિહાસિક રાણ કી વાવની ઝલક જોવા મળશે. 100 રૂપિયાની નવી નોટ બજારમાં આવ્યા બાદ પણ જૂની નોટ ચલણમાં રહશે.RBIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આપેલી જાણકારીમાં જણાવ્યું કે 100 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં જાહેર થશે.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ નવા ફોટોની સાથે જાણકારી આપી છે કે આરબીઆઇ ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી જાહેર કરશે.નોટના આગળના ભાગે કેવો હશે ?

- નાના અક્ષરોમાં RBI, ભારત, India અને 100 લખેલું હશે.
- સુરક્ષાના તમામ ઉપાય કરવામાં આવ્યા છે, તેના માટે સિક્યોરિટી થ્રેડ પણ લગાવવામાં આવી છે, તેમાં કલર શિફ્ટ પણ હશે.- 100 અંક છૂપાયેલો પણ હશે.
- દેવનગરીમાં પણ 100 અંક લખેલું છે.
- મહાત્મા ગાંધીનો ફોટો મધ્યમાં હશે.
- નોટને આડી કરવાથી તેમાં રંગ બદલતી પટ્ટી હશે, આ પટ્ટીની વચ્ચે ભારત અને RBI લખેલું હશે.
- આઇબીઆઇના ગવર્નરની બાંહેધરી આપતું કથન મહાત્મા ગાંધીની તસવીરની દાબી બાજુએ લખેલું છે.
- નોટની દાબી બાજુના ભાગે અશોક સ્તંભ છે.નોટની પાછળનો ભાગ કેવો છે ?

- નોટ ક્યા વર્ષમાં છપાઇ તે વર્ષ અંકિત કરવામાં આવ્યું છે.
- સ્વચ્છ ભારતનો લોગો નારા સાથે લખેલો છે.
- ભાષાની પેનલ યથાવત છે.
- રાની ની વાવનું ચિત્ર છે.
- દેવનાગરી લિપીમાં 100 અંક લખવામાં આવ્યું છે.
First published: July 19, 2018, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading