Home /News /business /EPFO વેબસાઇટમાંથી 2.4 કરોડ લોકોના વ્યક્તિગત ડેટાની ચોરી!

EPFO વેબસાઇટમાંથી 2.4 કરોડ લોકોના વ્યક્તિગત ડેટાની ચોરી!

કર્મચારી ભવિષ્ય ભંડોળ સંસ્થા (EPFO)ની વેબસાઇટ પર નોંધાયેલા આશરે 2.7 કરોડ સભ્યો તેમજ ધંધાદારીઓની વ્યક્તિગત માહિતીની ચોરી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય પીએફ (પ્રોવિડેન્ટ ફંડ) કમિશ્નર વીપી જોયએ આઈટી મંત્રાલયને લખેલા એક પત્રમાં કહ્યું છે કે હેકર્સે મંત્રાલયની અંદર આવતા csc (કોમન સર્વિસ સેન્ટર) તરફથી ચલાવવામાં આવતી વેબસાઇટ aadhaar.epfoservices.comમાંથી લોકોના ડેટાની ચોરી કરી છે.

એનડીટીવીએ જોય તરફથી સીએસસીના મુખ્ય કાર્યકારી અધિકારી દિનેશ ત્યાગીને લખેલા એક 'ગુપ્ત પત્ર'ના હવાલેથી જણાવ્યું છે કે, આઈબીએ તેમને માહિતી આપી છે કે ઈપીએફઓની વેબસાઈટને હેકર્સે ટાર્ગેટ કરી છે. આ વેબસાઇટમાં સભ્યોના નામ, સરનામા ઉપરાંત નોકરી અંગે પૂરી માહિતિનું વર્ણન હોય છે.

દરેક નોકરીયાત વર્ગના ખાતામાંથી 12% પગાર પીએફ ખાતામાં જમા થાય છે. એવામાં મેમ્બર્સની પગારની વિગતોની સાથે સાથે તેમની બેંકની વિગતો પણ ઈપીએફઓની વેબસાઈટ પર હોય છે.

જોકે, ઈપીએફઓએ સરકારી વેબાસાઇટ પરથી કોઈ પણ ડેટાની ચોરી થયાની વાત ફગાવી દીધી છે. જોકે, સીએસસીની ઓનલાઇન સેવા રોકી દેવામાં આવી છે. આ અંગે ઇપીએફઓનું કહેવું છે કે તેમણે સીએસસીની સંવેદનશીલતાની તપાસ માટે તેની સેવા સ્થગિત કરી છે.

આ રિપોર્ટ વાયરલ થયા બાદ ઈપીએફઓ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, 'ડેટા અને સોફ્ટવેરની સંવેદનશીલતાને લઈને ચેતવણી આપવી એક સામાન્ય પ્રક્રિયા છે. આ જ કારણને લઈને સીએસસીના માધ્યમથી આપવામાં આવતી સેવાઓને 22 માર્ચ, 2018થી સ્થિગિત કરી દેવામાં આવી છે.'

ઈપીએફઓએ કહ્યું કે, ડેટા લીકની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ડેટા સુરક્ષા અને તેની જાળવણી માટે ઈપીએફઓએ તકેદારીના ભાગરૂપે સર્વરને બંધ કરી દીધું છે. તપાસ પૂરી થવા સુધી સીએસસીની સેવાઓ બંધ રહેશે.

ઈપીએફઓએ કહ્યું હતું કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ડેટા લીકને રોકવા માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ અમે આને લઈને સતર્ક રહીશું.

નોંધનીય છે કે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ વર્ષે માર્ચમાં સંસદમાં રજૂ કરેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2017થી લઈને જાન્યુઆરી 2018 વચ્ચે કુલ 114 સરકારી વેબસાઇટને હેકર્સે નિશાન બનાવી હતી
First published:

Tags: Data Leak, Employees, Epfo, PF

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો