નવી દિલ્હીઃ દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારી (Coronavirus Pandemic)ના આર્થિક પ્રભાવનો સામનો કરવા માટે સરકાર પ્રોત્સાહન પેકેજ 3.0 લાવવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, સરકાર આ પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)ના ફાયદાને આગામી વર્ષ માર્ચ સુધી વધારી શકે છે. કેન્દ્ર સરકાર સામાજિક સુરક્ષા માટે આ યોજનાની અવધિને વધારવાનો પ્લાન બનાવી રહી છે. જૂન સુધી ચાલનારી આ સ્કીને સરકારે નવેમ્બર સુધી લંબાવી દીધી હતી.
માર્ચ સુધી વધારી શકાય છે યોજનાના ફાયદા
નોંધનીય છે કે, દેશની ગરીબ જનતાને કોરોનાવાયરસ મહામારીથી બચવા માટે સરકારે PMGKY યોજનાની ઘોષણા માર્ચમાં કરી હતી. પહેલા આ યોજનાને જૂન સુધી લાગુ કરવામાં આવી હતી, પરંતુ દેશની સ્થિતિને જોતાં સરકારે તેને નવેમ્બર 2029 સુધી વધારવાની જાહેરાત કરી અને હવે ફરી એકવાર અહેવાલો છે કે સરકાર આ યોજનાના ફાયદાને માર્ચ સુધી વધારી શકે છે.
લાઇવમિન્ટના અહેવાલ મુજબ, આ યોજનામાં સરકાર કેશની સાથોસાથ અનાજ આપવાની સમય મર્યાદા પણ વધારી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે પ્રોત્સાહન પેકેજ 3.0માં માંગ વધારનારા અને સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર ફોકસ કરવામાં આવ્યું છે.
PMGKYમાં કેશ ટ્રાન્સફર સ્કીમને સામેલ કરવામાં આવી શકે છે
રિપોર્ટ મુજબ, ત્રીજા પ્રોત્સાહન પેકેજમાં સરકાર 20 કરોડ જનધન ખાતા અને 3 કરોડ ગરીબ સીનિયર સિટીઝન, વિધવા અને દિવ્યાંગોને કેશ ટ્રાન્સફર સ્કીમને પણ સામેલ કરી શકે છે. આ કેશ ટ્રાન્સફર સ્કીમ પણ PMGKYનો હિસ્સો છે.
PMGKYમાં શું લાભ મળે છે?
- PMGKY હેઠળ સરકાર એક વ્યક્તિને એક મહિનામાં પાંચ કિલો ચોખા કે ઘઉં મફત આપે છે. સરકારની આ યોજનાનો ફાયદો દેશના લગભગ 81 કરોડ લોકોને મળી રહ્યો છે. - આ ઉપરાંત 19.4 કરોડ હાઉસહોલ્ડને દર મહિને 1 કિલો ચણા મફત આપવામાં આવે છે. - નોંધનીય છે કે અનાજ નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટ હેઠળ આપવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, સરકાર ટૂંક સમયમાં આ પેકેજને લાવી શકે છે અને સરકારને આ પેકેજના રાજકીય પરિણામ પણ મળી શકે છે. બિહાર ચૂંટણી પહેલા આ પેકેજ જાહેર થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત 11 અન્ય રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર