નવી દિલ્લી: ભારતની સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયા પર મોટો સાઈબર અટેકીની જાણકારી મળી રહી છે. આ સાયબર અટેકના પ્રવાસીઓની વ્યક્તિગત ડિટલની ચોરી કરી લેવામાં આવી છે. જેમાં ક્રેડિટમાં સાથે જોડાયેલી જાણકારી અને પાસપોર્ટ ડિટેલ્સનો પણ સમાવેશ થાય છે. હેકર્સે દ્વારા ઓગસ્ટ 2011 થી લઈને ફૈબ્રુઆરી 2021 સુધીના ડેટાની ચોરી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાઈબર અટૈકના દાયરામાં અન્ય ઈન્ટરનેશનલ એરપોર્ટ તથા એરલાઈન્સ આવી શકે છે.
સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 26 ઓગસ્ટ 2011 થી 3 ફેબ્રુઆરી 2021 સુધીનો ડેટા ચોરાઈ ગયો છે. આમાં મુસાફરોનું નામ, જન્મ તારીખ, ફોન નંબર, પાસપોર્ટની માહિતી, ટિકિટની માહિતી, ક્રેડિટ કાર્ડની માહિતીનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાએ કહ્યું છે કે, આ સાયબર અટેકથી વિશ્વને લગતા લગભગ 45 લાખ ડેટાને અસર થઈ છે. અમારા ડેટા પ્રોસેસરો પાસે CVV/CVC નંબર નથી. પાછળથી અમારા ડેટા પ્રોસેસરએ ખાતરી કરી કે, અસરગ્રસ્ત સર્વર પર કોઈ પણ પ્રકારની અસામાન્ય પ્રવૃત્તિ જોવા મળી નથી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર