Home /News /business /Repo rate hike: રેપો રેટમાં 40 પોઇન્ટ્સનો વધારો થતા Home Loan લેનારાઓ પર શું થશે અસર?

Repo rate hike: રેપો રેટમાં 40 પોઇન્ટ્સનો વધારો થતા Home Loan લેનારાઓ પર શું થશે અસર?

હોમ લોન દર (પ્રતીકાત્મક તસવીર)

EMI hike: મોટાભાગની બેંકોએ તેમના લોનના દરોને આરબીઆઈના રેપો રેટ સાથે બેન્ચમાર્ક કર્યા છે. અહેવાલો અનુસાર, લગભગ 40% હોમ લોન રેપો રેટ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે.

    નવી દિલ્હી: ફુગાવાનો દર ઉપર તરફ વધી (Inflation rates Rising) રહ્યો છે. જ્યારે આવું થાય છે, ત્યારે વ્યાજ દરો વધારવામાં (Interest Rate) આવે છે. તેથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI Increased Repo Rate) દ્વારા દરમાં વધારો સ્વાભાવિક છે. જોકે, મુખ્ય નીતિ દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સ (bps) વધારો કરવાનું RBI દ્વારા લેવામાં આવેલું આ પગલું અણધાર્યું હતું. સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ આપાતકાલીન બેઠક બાદ સર્વસંમતિથી દરોમાં વધારા માટે એક મત આપ્યો હતો. સિસ્ટમમાં ઊંચી લિક્વિડિટી, ઇંધણ અને કાચા માલની ઊંચી કિંમતો અને સરકારી ઉધારમાં વધારો જેવા કારણોસર સમગ્ર વિશ્વમાં ફુગાવો વધી રહ્યો છે. ભારતમાં કરાયેલો દરમાં વધારો સુરક્ષિત અને અસુરક્ષિત બંને પ્રકારની લોનની તમામ કેટેગરીમાં લાગૂ થશે.

    હોમ લોનધારકો પર શું થશે અસર


    મોટાભાગની બેંકોએ તેમના લોનના દરોને આરબીઆઈના રેપો રેટ સાથે બેન્ચમાર્ક કર્યા છે. અહેવાલો અનુસાર, લગભગ 40% હોમ લોન રેપો રેટ જેવા બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. તેથી આ રેપો રેટમાં વધારો નવા અને હાલ લોન લેનારાઓ માટે ખૂબ જ ઓછા સમયમાં લોન મોંઘી પડશે. રેપો રેટમાં કોઈપણ ફેરફાર તમારા લોનના દરમાં તેની સમાન જ ફેરફાર લાવશે. આ સાથે જ તે તમારી લોનના કાર્યકાળને પણ અસર કરશે. જો તમારી પાસે તમારી લોન સર્વિસ માટે પૂરતો સમય બાકી હોય તો તમારે લાંબાગાળા માટે વધુ ખર્ચ કરવો પડશે.

    આ પણ વાંચો: શું વધારે લાભ માટે તમામ રોકાણ ઇક્વિટીમાં જ કરવું સલાહભર્યું છે? જાણો વિશ્લેષકોને મત

    ઉદાહરણ તરીકે, જો તમારી પાસે રૂ. 50 લાખની હોમ લોન 20 વર્ષની મુદત માટે 7% વ્યાજ દરે હોય તો તમારી EMI અને વ્યાજની જાવક ક્રમશઃ રૂ. 38,765 અને રૂ. 43.03 લાખ છે. જો વ્યાજ 7.4% થઈ જાય તો તમારી સુધારેલી EMI અને EMI ક્રમશઃ રૂ. 39,974 અને વ્યાજ રૂ. 45.93 લાખ થશે. તમે આ ઉદાહરણ માટે લગભગ 18 મહિના સુધીનો સમય વધારો જોઈ શકો છો.

    MCLR-લિંક્ડ લોનની સેવા આપતા ઋણધારકો પણ દરમાં વધારાનું દબાણ અનુભવી શકે છે. ઘણી અગ્રણી બેંકોએ તાજેતરમાં તેમના MCLR દરમાં વધારો કર્યો છે, જેનાથી લોન મોંઘી થઈ છે.

    આ પણ વાંચો: કઈ બેંક ફિક્સ્ડ ડિપોઝિટ પર આપે છે વધારે વ્યાજ? વાંચો અહેવાલ

    ઉધાર લેનાર શું કરી શકે છે?


    તમે તમારા EMI આઉટગોને ઘટાડવા માટે પ્રીપેમેન્ટ્સ પસંદ કરી શકો છો. તમારે દર વર્ષે તમારી બાકી રકમના 5% પ્રી-પેમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ જો તમને તે પરવડતું નથી, તો દર વર્ષે એક EMIની નાની પ્રી-પેમેન્ટ પણ તમને બચત કરવામાં મદદ કરે છે.

    જો તમારી પાસે તમારી હોમ લોનની સર્વિસ માટે પૂરતો સમય બાકી હોય તો તમે એવા ધીરાણકર્તાઓની શોધ કરી શકો છો, જેઓ હજી પણ નીચા લોન દર ઓફર કરી શકે છે. ઓછી ધીરાણ આપતી સંસ્થામાં સ્વિચ કરીને તમે કેટલી બચત કરી શકો છો, તે સમજવા માટે તમારે તમારી ગણતરી કરવાની જરૂર છે. (આદિલ શેટ્ટી, બેન્કબાઝારના CEO)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Emi, Repo rate, આરબીઆઇ, હોમ લોન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन