renaultની શાનદાર ઓફર, 3,333 રૂ.ના EMIમાં ઘરે લઈ જાઓ KWID

News18 Gujarati
Updated: July 18, 2019, 4:06 PM IST
renaultની શાનદાર ઓફર, 3,333 રૂ.ના EMIમાં ઘરે લઈ જાઓ KWID
જો તમે કોઈ હેચબેક કારની શોધમાં છો, અને મોટો હપ્તો આપવાથી બચવા માંગો છે, તો renault તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે.

જો તમે કોઈ હેચબેક કારની શોધમાં છો, અને મોટો હપ્તો આપવાથી બચવા માંગો છે, તો renault તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે.

  • Share this:
જો તમે કોઈ હેચબેક કારની શોધમાં છો, અને મોટો હપ્તો આપવાથી બચવા માંગો છે, તો renault તમારા માટે એક ખાસ ઓફર લઈને આવી છે. renault ભારતમાં પોતાની સૌથી વધારે વેચાતી કાર renault Kwid પર કઈંક આકર્ષક ઓફર આપી રહી છે. ઉલ્લેખનીય છે કે, કંપની ત્રણ લાખથી વધારે ક્વિડ વેચવાનો જશ્ન મનાવી રહી છે અને તેને લઈ આ કાર પર ઓફર આપી રહી છે.

જો તમે ક્વીડ ખરીદવા માંગો છો, તો તેના માટે તમારે દર મહિને માત્ર 3, 333 રૂપિયાની ઈએમઆઈ ચુકવવી પડશે. સાથે કંપની 20 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો પણ આપી રહી છે. આ સિવાય જો તમે renault ક્વીડ પે-ટીએમ દ્વારા બુક કરાવો છો તો, તમને પાંચ હજાર રૂપિયાનું કેશબેક પણ મળી શકે છે. સાથે ગ્રાહકોને ચાર વર્ષ અથવા એક લાખ કિલોમીટરની વોરંટી પણ મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, ક્વિડે સ્મોલ સેગમેન્ટ હેચબેક કારમાં પોતાની સારી જગ્યા બનાવી છે. તેણે મારૂતિની અલ્ટોને સારી એવી ટક્કર આપી છે. કારનો શાનદાર લુક ગ્રાહકોને ખુબ પસંદ પણ આવ્યો છે. આ સિવાય તેમાં ટચ સ્ક્રિન, રેજર-એજ ક્રોમ ફ્રંટ ગ્રિલ, ડિઝિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, રિવર્સ પાર્કિંગ કેમેરા, 300 લીટરની બૂથ સ્પેસ અને 180એમએમની ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ મળે છે. આ તમામ ફિચર્સ ક્વિડને પોતાના રાઈવલ્સથી એક કદમ આગળ લઈ જાય છે.



ક્વિડની સ્ટાર્ટિંગ પ્રાઈઝ 2, 76, 000 (એસ્ક શો-રૂમ, દિલ્હી) લાખ રૂપિયા છે, જે 4.75 લાખ રૂપિયા (એસ્ક શો-રૂમ, દિલ્હી) સુધી જાય છે. આ કારના કુલ આઠ વોરિએન્ટ (મોડલ) છે. જેની અલગ-અલગ કિંમત છે.


Loading...

Kwid STD: 2.76 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)
Loading...

- Kwid RXE: 3.31 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- Kwid RXL: 3.66 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- Kwid RXT ડ્રાઈવર એરબેગ ઓપ્શન - 4.02 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- KWID 1.0 RXT ઓપ્શન - 4.24 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- KWID Climber 1.0 MT: 4.46 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- KWID 1.0 RXT ઓપ્શનલ AMT: 4.60 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)

- KWID Climber 1.0 AMT: 4.75 લાખ (એસ્ક શો-રૂમ, દિલ્હી)
First published: July 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...