ન્યૂઝ 18 ગુજરાતી: વર્લ્ડ બેંકે પોતાના તાજા રિપોર્ટમાં કહ્યું છે કે વિદેશમાંથી પોતાનાં દેશમાં પૈસા મોકલવાનાં મામલામાં ભારતીયો સૌથી આગળ છે. 2018માં પ્રવાસી ભારતીયોએ 79 અરબ ડોલર પોતાનાં દેશમાં મોકલ્યા. ભારત પછી ચીનનો નંબર આવે છે. ચીની નાગરિકોએ 67 અરબ ડોલર પોતાના દેશમાં મોકલ્યા છે. ભારત અને ચીન પછી મેક્સિકો આ સૂચીમાં ત્રીજા સ્થાને આવે છે તેમણે પોતાનાં દેશમાં 36 અરબ ડોલર મોકલ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરબમાં પૂંજી પ્રવાહ ઓછી થવાને કારણે પાકિસ્તાનમાં તેમના પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતું ધન ઓછું થયું છે. જ્યારે બાંગ્લાદેશમાં તેમના પ્રવાસીઓ દ્વારા મોકલવામાં આવતા ધનમાં 2018માં 15 ટકાની વૃદ્ધિ નોંધવા આવી છે.
ગત છેલ્લા ત્રણ વર્ષોમાં વિદેશથી ભારતમાં મોકલવામાં આવતાં ધનમાં વૃદ્ધિ થઇ છે. 2016માં આ 62.7 અરબ ડોલરથી વધીને 2017માં 65.3 અરબ ડોલર થઇ ગયુ છે. વર્લ્ડ બેંકનું અનુમાન છે કે કેરલમાં આવેલા પૂરને કારણે પ્રવાસી ભારતીય પોતાના પરિવારોને વધારે મદદ મોકલશે.
વર્લ્ડ બેંકનાં રિપોર્ટ પ્રમાણે વિકાસશીલ દેશોને મોકલેલ ધન 2018માં 9.6 ટકા વધીને 529 અરબ ડોલરનાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. આ 2017માં 483 ડોલર હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર