મોંઘવારી ઘટી! ખાવા-પીવાની વસ્તુના ભાવમાં ઘટાડો થતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહીનાની નીચલી સપાટીએ

મોંઘવારી ઘટી! ખાવા-પીવાની વસ્તુના ભાવમાં ઘટાડો થતા છૂટક ફુગાવાનો દર ત્રણ મહીનાની નીચલી સપાટીએ
મોંઘવારી ઘટી

હાલના આંકડા મુજબ, માર્ચ 2021માં મોંઘવારી દર 5.52 ટકાથી ઘટીને એપ્રિલમાં 4.29 ટકાએ પહોંચ્યો છે. જે ગત વર્ષે કરાયેલી આગાહીના આસપાસ જ છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે દરેક જગ્યાએથી નિરાશા અને હતાશાની માહિતી મળી રહી છે. આ દરમિયાન મોંઘવારી મુદ્દે લોકોને રાહત મળે તેવા સમાચાર મળી રહ્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ એપ્રિલ 2021 દરમિયાન ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો. જેનાથી રિટેલ ફુગાવાના દર પર સીધી અસર થઈ છે.

કેન્દ્ર સરકારના હાલના આંકડા મુજબ, માર્ચ 2021માં મોંઘવારી દર 5.52 ટકાથી ઘટીને એપ્રિલમાં 4.29 ટકાએ પહોંચ્યો છે. જે ગત વર્ષે કરાયેલી આગાહીના આસપાસ જ છે.આ પણ વાંચોઅમેરિકામાં ભારતીય યુવકે વૃદ્ધ માતાને સળીયાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી

ફૂડ સેકટરમાં મોંઘવારી દર ઘટીને 2.02 રહ્યો

આંકડા મુજબ, એપ્રિલ 2020માં ખાદ્ય ક્ષેત્રે છૂટક ફુગાવો 11.73 ટકા હતો. બીજી તરફ ફુગાવો માર્ચ 2021માં 4.87 ટકાથી ઘટીને 2.02 ટકા થઈ ગયો છે. ખાદ્ય ક્ષેત્રે છૂટક ફુગાવામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય નીતિ નક્કી કરતી વખતે મુખ્યત્વે ગ્રાહક ભાવ સૂચકાંક(CPI) પર આધારિત છૂટક ફુગાવો ધ્યાનમાં લે છે. એપ્રિલ 2021માં મર્યાદિત લોકડાઉન થવા છતાં સપ્લાય વ્યવસ્થા ધમધમતી રહી હતી. જેના કારણે ફુગાવાનો દર ત્રણ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. સ્થાનિક રીતે મુકવામાં આવેલા લોકડાઉનની અસર ખૂબ મર્યાદિત રહી છે.

આ પણ વાંચો - છોટાઉદેપુર : વાવાઝોડામાં મંડપની સાથે યુવાનો પણ ઉડ્યા, મકાનની છત પર જઈ પટકાયા, Video વાયરલ

ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનમાં વૃદ્ધિ

બીજી લહેર વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. એપ્રિલ 2020માં છૂટક ફુગાવો 7.22 ટકા હતો. 2021ના ફેબ્રુઆરીની તુલનામાં ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. લેટેસ્ટ આંકડા મુજબ માર્ચ 2021માં ઔદ્યોગિક ઉત્પાદન 22.4 ટકા રહ્યું છે. ફેબ્રુઆરીમાં તે ઘટીને 3.6 ટકા થઈ ગયું હતું. એનએસઓ અનુસાર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદન 25.8 ટકા થઈ ગયું છે. આ સાથે ખનન ક્ષેત્રના ઉત્પાદનમાં 6.1 ટકા અને વીજળી ઉત્પાદનમાં 22.5 ટકાનો વધારો થયો છે. જ્યારે માર્ચ 2020માં 18.7 ટકાનો ઘટાડો થયો હતો.
Published by:News18 Gujarati
First published:May 13, 2021, 17:40 pm

ટૉપ ન્યૂઝ