Home /News /business /કરદાતાઓ માટે રાહતના સમાચાર! ઈનકમ ટેક્સ વિભાગે શરૂ કરી નવી સર્વિસ; મફતમાં લઈ શકાશે લાભ
કરદાતાઓ માટે રાહતના સમાચાર! ઈનકમ ટેક્સ વિભાગે શરૂ કરી નવી સર્વિસ; મફતમાં લઈ શકાશે લાભ
કરદાતાઓ માટે રાહતના સમાચાર
જો તમે પણ દર વર્ષે આવકવેરા વિભાગને ટેક્સની ચૂકવણી કરો છો, તો આ ખબર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી ટેક્સપેયર્સ માટે 1 મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ જો તમે પણ દર વર્ષે આવકવેરા વિભાગને ટેક્સની ચૂકવણી કરો છો, તો આ ખબર તમને ખુશ કરી દેશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી ટેક્સપેયર્સ માટે 1 મોબાઈલ એપની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ એપ દ્વારા ટેક્સ ચૂકવનારા TDS સહિત એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટ મોબાઈલ પર જોઈ શકાશે. વિભાગની તરફથી કહેવામાં આવ્યુ છે, તેનાથી ટેક્સ પેયર્સને કર કપાત, વ્યાજ, ડિવિડન્ડ અને શેર સોદા વિશે જાણકારી પ્રાપ્ત થશે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે
આ ઉપરાંત કરદાતાઓને તેના પર પોતાની સલાહ આપવાનો વિકલ્પ પણ મળશે. કરદાતાઓ મોબાઈલ એપ દ્વારા એન્યુઅલ ઈન્ફર્મેશન સ્ટેટમેન્ટમાં ઉપલબ્ધ જાણકારી જોઈ શકશે. કરદાતાઓ માટે AIS એક મોબાઈલ એપ છે. તેને ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને તે ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર ઉપલબ્ધ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ નિવેદનમાં કહ્યું કે, એપનો ઉદ્દેશન કરદાતાઓને AIS / TIS વિશે જાણકારી આપવાનો છે. તે ટેક્સપેયરને સંબંધિત જુદા-જુદા સ્ત્રોતોથી એકત્રિત જાણકારી આપે છે.’ કરદાતાઓ AIS / TISમાં ઉપલબ્ધ TDS/TAS, વ્યાજ, ડિવિડન્ડ, શેર આપ-લે, કરની ચૂકવણી, આવકવેરા રિફંડ, અન્ટ સંબંધિત જાણકારી જોવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે.
કરદાતાઓ પાસે એપમાં પ્રદર્શિત જાણકારી પર પ્રતિક્રિયા આપવાનો વિકલ્પ પણ મળશે. આવરવેરા વિભાગે કહ્યું કે, અનુપાલનની સુવિધા આપવા અને કરદાતાઓને વધુ સારી સર્વિસ પ્રદાન કરવાના ક્ષેત્રમાં વિભાગની આ અન્ય એક પહેલ છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર