Home /News /business /વર્ષ 2023થી મોંઘા વ્યાજદરમાંથી રાહત મળવાનું શરૂ થશે, RBI રેપો રેટ ઘટાડી કરશે 5.7 ટકા!

વર્ષ 2023થી મોંઘા વ્યાજદરમાંથી રાહત મળવાનું શરૂ થશે, RBI રેપો રેટ ઘટાડી કરશે 5.7 ટકા!

RBI આવતા વર્ષે પોલિસી વ્યાજ દરમાં ઘટાડો કરશે. (તસવીર- ન્યૂઝ18)

RBI 2023માં રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટ (0.75 ટકા)નો ઘટાડો કરી શકે છે. આ રેટિંગ એજન્સી નોમુરાનું કહેવું છે. નોમુરાના 2023 માટેના મેક્રોઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, સોનલ વર્મા અને ઔરોદીપ નંદીએ લખ્યું છે કે, "વૃદ્ધિ ઝડપથી ધીમી પડી જાય અને ફુગાવો થોડો ઠંડો પડે પછી MPC આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અમને અપેક્ષા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: RBI 2023માં રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટ (0.75 ટકા)નો ઘટાડો કરી શકે છે. આ રેટિંગ એજન્સી નોમુરાનું કહેવું છે. નોમુરાના 2023 માટેના મેક્રોઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં, સોનલ વર્મા અને ઔરોદીપ નંદીએ લખ્યું છે કે, "વૃદ્ધિ ઝડપથી ધીમી પડી જાય અને ફુગાવો થોડો ઠંડો પડે પછી MPC આવતા વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અમને અપેક્ષા છે." તેમણે કહ્યું કે જ્યારે વિકાસ દર ખૂબ જ નિરાશાજનક બની જાય છે, ત્યારે 4 ટકા મોંઘવારી દરના લક્ષ્યને હાંસલ કરવા માટે સમયગાળો વધારવામાં આવશે.

    તેમણે કહ્યું કે પછી વિકાસ માટે વધુ બલિદાન આપવું શક્ય નહીં બને. આ સિવાય 2024ની ચૂંટણી પહેલા આર્થિક વૃદ્ધિને સમર્થન આપવાનું દબાણ વધુ વધશે. નોમુરાને અપેક્ષા છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ધીમે ધીમે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે. તેની શરૂઆત ઓગસ્ટ 2023માં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે થશે. આ પછી ઓક્ટોબર અને ડિસેમ્બરમાં રેપો રેટ ઘટાડીને 5.75 ટકા કરવામાં આવશે.

    આરબીઆઈએ વધાર્યો રેપો રેટ


    નોમુરાએ આ આગાહી એવા સમયે કરી છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ વધારીને 6.25 ટકા કર્યો છે. RBIએ સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આ સિવાય જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 6.8 ટકા કરવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, નોમુરાએ 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 6.6 ટકા કર્યો છે.

    મુશ્કેલી ભર્યું હશે આગામી વર્ષ

    નોમુરાના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2000-23 ભારત માટે ખૂબ જ મુશ્કેલ વર્ષ રહેવાનું છે. વર્મા અને નંદી કહે છે કે ભારતે વૈશ્વિક મંદી અને સ્થાનિક સ્તરે ધીમી રિકવરીનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.

    આ પણ વાંચોઃ Digital Currency: RBIની ડિજિટલ કરન્સી આવ્યા પછી હાલની પેમેન્ટ એપ્સનું શું થશે?

    1 વધારો ત્રણ ઘટાડા

    નોમુરાના અનુસાર, RBI ફેબ્રુઆરીમાં ફરી એકવાર રેપો રેટ વધારશે. નોમુરાનું માનવું છે કે આ વખતે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે આવતા વર્ષે આરબીઆઈ એક વખત રેપો રેટ વધારશે અને ત્રણ વખત ઘટાડશે. ફુગાવા અંગે વાત કરતા નોમુરાનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 6.8 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2023-24માં ફુગાવાનો દર ઘટીને 5 ટકા પર આવી જશે. આ પછી, ભારતમાં છૂટક ફુગાવાનો દર 2024-25માં 4.9 ટકા રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈએ 2022-23માં મોંઘવારી દર 6.7 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Rbi policy, RBI repo rate, Rbi rules

    विज्ञापन
    विज्ञापन