Home /News /business /ફરી આવ્યો રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટનો ‘ફૂલ પૈસા વસૂલ સેલ’
ફરી આવ્યો રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટનો ‘ફૂલ પૈસા વસૂલ સેલ’
આ સેલ દેશના 90 શહેરોમાં આગામી પાંચ દિવસ સુધી યોજાશે.
ગુજરાતના અમદવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, ભૂજ, ગાંધીધામ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, નડિયાદ, નવસારી, સુરત અને વાપી ખાતે રિલાયન્સના ફ્રેશ અને સ્માર્ટ સ્ટોરની મુલકાત લઇ ફૂલ પૈસા વસૂલ સેલનો ગ્રાહકો અનુભવ કરી શકે છે.
ન્યૂઝ 18 ગુજરાતી: કરિયાણું, ફળો, શાકભાજી, કિચનવેર, હોમવેર જેવી ચીજો સહિત અનેક ચીજો ઉપર ભારે ડિસ્કાઉન્ટ સાથે રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટ ખાતે ‘ફૂલ પૈસા વસૂલ સેલ’ફરી આવી ગયું છે. તા.૨૩ જાન્યુઆરીથી તા.૨૭ જાન્યુઆરી દરમિયાન રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટ ખાતે ખરીદી કરી ગ્રાહકો આ મેગા રીટેલ ફેસ્ટીવલનો લાભ લઇ શકે છે. ગુજરાતના ૧૪ શહેરોમાં આવેલા વિવિધ રિલાયન્સ ફ્રેશ અને રિલાયન્સ સ્માર્ટ સ્ટોર ખાતેથી ગ્રાહકો વિવિધ ચીજોની ખરીદી કરીને ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.
ગુજરાતના અમદવાદ, વડોદરા, આણંદ, ભરૂચ, ભાવનગર, ભૂજ, ગાંધીધામ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, નડિયાદ, નવસારી, સુરત અને વાપી ખાતે રિલાયન્સના ફ્રેશ અને સ્માર્ટ સ્ટોરની મુલકાત લઇ ફૂલ પૈસા વસૂલ સેલનો ગ્રાહકો અનુભવ કરી શકે છે. નવા શહેરોની નવી બજાર થકી વધુને વધુ નવા ગ્રાહકો સુધી પહોંચવા માટે રિલાયન્સ રિટેલ સતત પ્રયત્નશીલ છે.
ખાસ કરીને નાના શહેરોમાં રિલાયન્સ રીટેલ દ્વારા જંગી રોકાણ સાથે વિસ્તરણ હાથ ધરવામાં આવ્યું છે જેમાં રિલાયન્સ રીટેલના ગ્રોસરી ફોરમેટમાં રિલાયન્સ ફ્રેશ (જેમાં ગ્રાહક પોતાની જરૂરીયાત અનુસાર ખરીદી કરી શકે છે અને રિલાયન્સ સ્માર્ટ (જેમાં ગ્રાહકને હાયપર માર્કેટ એટલે કે એક સાથે અનેક ચીજો ખરીદવાનો મોકો મળે છે) શરુ કરવામાં આવ્યા છે. દેશના ૯૦ શહેરોમાં રિલાયન્સના રીટેલ આઉટલેટ હવે ઉપલબ્ધ છે. આમાંના કેટલાક શહેરો એવા છે જ્યાં રિલાયન્સ ગ્રાહકો માટે પ્રથમ વખત આધુનિક રીટેલ ખરીદીનો અનુભવ પહોંચાડી રહ્યું છે. આ સાથે એવી તક પણ ગ્રાહકોને મળી રહી છે જે પહેલી વખત આવા તહેવારોમાં વળતરની નવતર ઓફરનો લાભ ઉઠાવી શકશે.
‘ફૂલ પૈસા વસૂલ સેલ’ને રિલાયન્સ દ્વારા ૩૬૦ ડીગ્રીના પ્રચાર અભિયાનો સાથે છે. આ પ્રચાર અભિયાનમાં ટીવી ઉપર હિન્દી અને સ્થાનિક ભાષામાં પ્રચાર, ૩૦ જેટલા શહેરોમાં અખબાર થકી પ્રચાર, રેડિયો તેમજ ફેસબુક, યુ ટ્યુબ, ટ્વીટર અને ગુગલ ડિસ્પ્લે નેટવર્ક થકી ડીજીટલ પ્રચારનો સમાંવેશ પણ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર