Relianceની મોટી સોલર એનર્જી ડીલ, રૂ.5792 કરોડમાં નોર્વેના REC Groupનું કર્યું અધિગ્રહણ

મુકેશ અંબાણીની તસવીર

Reliance-rec deal:વૈશ્વિક સ્તર ઉપર ફોટોવોલ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્લેયર (Photovoltaic manufacturing player) બનવા માટે રિલાયન્સના ન્યૂ એનર્જી (Reliance New Energy Solar deal) વિઝનમાં આ અધિગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ છે.

  • Share this:
    મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડે (reliance industries) સૌર ઉર્જા ક્ષેત્રમાં (solar energy) એક મોટો સોદો કર્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (Reliance New Energy Solar Ltd.) રવિવારે 10 ઓક્ટોબરે કહ્યું હતું કે, 5792 કરોડ રૂપિયા (771 મિલિયન ડોલર) માં આરઈસી સોલર હોલ્ડિંગ્સ (REC Solar Holdings)નું અધિગ્રહણ કર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સહાયક કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે ચાઈના નેશનલ બ્લૂસ્ટાર ગ્રૂપ કંપની લિમિટેડની આરઈસી સોલર હોલ્ડિંગ્સ એએસની (REC Group)100 ટકા ભાગીદારી અધિગ્રહણ કરવાની ઘોષણા કરી છે.

    રિલાયન્સ માટે મહત્વનો સોદો
    વૈશ્વિક સ્તર ઉપર ફોટોવોલ્ટિક મેન્યુફેક્ચરિંગ પ્લેયર બનવા માટે રિલાયન્સના ન્યૂ એનર્જી વિઝનમાં આ અધિગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ છે. આ અધિગ્રહણ રિલાયન્સ ગ્રૂપ માટે વર્ષ 2030 સુધી સોલર એનર્જીના 100 ગીગાવોટ ઉત્પાદનનું લક્ષ્ય મેળવવામાં મદદગાર સાબિત થશે. આ વર્ષ સુધી ભારતનું પણ લક્ષ્ય નવીન ઉર્જાને (Renewable energy) 450 ગીગાવોટ ઉત્પાદનનું છે.

    1996માં સ્થાપિત થઈ હતી આરઈસી
    નોર્વે સ્થિત REC ની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી. તેનું ઓપરેશનલ હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. તે ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા પેસિફિકમાં પ્રાદેશિક કેન્દ્રો પણ ધરાવે છે. કંપની 600 થી વધુ ઉપયોગિતા અને ડિઝાઇન પેટન્ટ ધરાવે છે, જેમાંથી 446 આપવામાં આવી છે. REC એક એવી કંપની છે જે ફક્ત R&D પર કેન્દ્રિત છે.

    રિલાયન્સ જામનગરના ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં તેની સિલિકોન-થી-પીવી-પેનલ ગીગાફેક્ટરીમાં આરઈસી સોલરની ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. તે દર વર્ષે 4GWની ક્ષમતા સાથે શરૂ થશે. સમયાંતરે આને વાર્ષિક ક્ષમતા 10GW સુધી વધારવામાં આવશે. REC સોલરની ભારતીય ઉપખંડમાં 5,000 MWની સ્થાપિત ક્ષમતા છે. RECની વેબસાઈટ દાવો કરે છે કે તેની છત પર લગાવેલી પેનલ ઓછામાં ઓછી 25 વર્ષ સુધી ટકી શકે છે.

    આ પણ વાંચોઃ-સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં 40% ભાગીદારી ખરીદશે રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર

    ક્લીન અને ગ્રીન એનર્જી લક્ષ્ય મેળવવામાં મદદ મળશે
    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ (CMD Mukesh Ambani) સંપાદન અંગે જણાવ્યું હતું કે, “હું આરઇસીના હસ્તાંતરણથી અત્યંત ખુશ છું કારણ કે તે સૂર્યદેવની અમર્યાદિત અને વર્ષભરની સૌરઉર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ સંપાદન નવી અને અદ્યતન તકનીકોમાં રોકાણ કરવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે અને દાયકાના અંત પહેલા 100 જીડબલ્યુ સ્વચ્છ અને હરિયાળી ઉર્જા બનાવવાના રિલાયન્સના લક્ષ્યને હાંસલ કરવા માટે અનુરુપ છે.

    CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય 2030 સુધીમાં ભારતમાં 450 GW નવીનીકરણીય ઉર્જાનું ઉત્પાદન કરવાનું છે. આ હાંસલ કરવામાં કોઈ એક કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. આ ભારતને આબોહવાની કટોકટીને દૂર કરવામાં અને ગ્રીન એનર્જીમાં વિશ્વ અગ્રણી બનવામાં મદદ કરશે.
    Published by:ankit patel
    First published: