પોતાના બધા મીડિયા બિઝનેસને Network 18 માં વિલય કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

માર્ચમાં શેર બજારમાં મોટો ઘડાકો થયો હતો. જેનાથી રિલાયન્સના શેર 23 માર્ચે 867 રૂપિયા પર આવ્યા હતા. ત્યારે કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 5.5 લાખ કરોડ રૂપિયા હતું. પણ તે પછી કંપનીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. જે પાછળ કંપનીએ પોતાને દેવા મુક્ત કરવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે તે પણ કારણ છે. કંપનીએ રાઇટ્સ ઇશ્યૂ કરી જીયો પ્લેટફોર્મની ભાગેદારી વેંચીને 2,12,809 કરોડ રૂપિયા મેળવ્યા છે. (ડિસ્કેલમર- ન્યૂઝ18 ગુજરાતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો ભાગ છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જ છે. )

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝદ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશની સૌથી મોટી લિસ્ટેડ મીડિયા કંપનીમાંથી એક Network 18 વાર્ષિક 8 હજાર કરોડ રુપિયાની રેવન્યૂ વાળી એકમ બની જશે

 • Share this:
  નવી દિલ્હી : માર્કેટ વેલ્યૂ પ્રમાણે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પોતાના મીડિયા એન્ડ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસને એક એકમની અંદર સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. આ પછી કંપનીનો મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ બિઝનેસ Network 18 અંતર્ગત સામેલ થઈ જશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશની સૌથી મોટી લિસ્ટેડ મીડિયા કંપનીમાંથી એક Network 18 વાર્ષિક 8 હજાર કરોડ રુપિયાની રેવન્યૂ વાળી એકમ બની જશે.

  આ કંપનીઓ થશે સામેલ

  ​RILએ એક સ્ટેટમેન્ટમાં સોમવારે કહ્યું હતું કે ન્યૂઝથી લઈને એન્ટરટેઇનમેન્ટ (લીનિયર અને ડિજિટલ)સુધી બધા કન્ટેન્ટ અને દેશના સૌથી મોટા કેબલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને એક એકમ બનાવ્યા પછી કંપનીની દક્ષતા અને સિનર્જી વધવાની સાથે-સાથે સ્ટેકહોલ્ડર્સ માટે પણ શાનદાર રહેશે. ​RILનું આ સ્ટેટમેન્ટ TV18 બ્રોડકાસ્ટ, હૈથવે કેબલ એન્ટ ડેટાકોમ, ડેન નેટવર્ક્સ અને Network 18 Media and Investment Lmitedના બોર્ડથી સમાવવાની મંજૂરી મળ્યા પછી આવ્યું છે.

  આ નિર્ણય પછી TV18 બ્રોડકાસ્ટને દર 100 શેર માટે નેટવર્ક 18ના 90 શેર મળશે. જ્યારે હૈથવેને પોતાના 100 શેર માટે Network 18ના 78 શેર મળશે. આ પ્રકારે ડેન શેરહોલ્ડર્સને 191 શેર મળશે.

  કેબલ નેટવર્કનો દેશના 30 ટકા માર્કેટ પર કબજો
  TV18 બ્રોડકાસ્ટ દેશના સૌથી મોટુ ન્યૂઝ નેટવર્ક News18ની માલિકાના કંપની છે અને સાથે આ કંપની એ એકમની પણ સર્વાધિક શેરહોલ્ડર છે જે કલર્સ નેટવર્ક એન્ડ એન્ટરટેઇનમેન્ટ અને વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસ Vootની માલિક છે. ડેન અને હૈથવે એક સાથે મળીને દેશના સૌથી મોટી કેબલ પ્લેટફોર્મ છે. જેનો 30 ટકા માર્કેટ પર કબજો છે. નેટવર્ક 18 દેશની સૌથી મોટી ફાઇનાન્સ એપ મનીકંટ્રોલ અને ક્ષેત્રીય ન્યૂઝ ડેસ્ટિનેશન news18.comની માલિક છે. સંયુક્ત બ્રોડબેન્ડ એકમ લગભગ 10 વાયરલાઇન બ્રોડબેન્ડ ગ્રાહકોની સેવા કરશે.  સૌથી મોટી લિસ્ટેડ મીડિયા કંપની બની ગઈ Network18
  આ પગલા બાદ નાણાંકીય વર્ષ 2019-20માં રેવેન્યૂની દ્રષ્ટીએ Network18 દેશની સૌથી મોટી લિસ્ટેડ મીડિયા કંપની બની ગઈ છે. Network18, Zee એન્ટરટેઈનમેન્ટ અને સન ટીવી નેટવર્કને પાછળ પાડી દીધા છે. રિલાયન્સે જણાવ્યું હતું કે, ઈન્ટીગ્રેડ મીડિયા નેટવર્ક થકી કંપનીને મોટા સ્તર ઉપર ગ્રૂપ કંપનીઓના ગ્રાહકો સાથે જોડવાની તક મળી છે. આ ઉપરાંત આનાથી ગ્રાહકો દ્વાર ઉપયોગમાં લેવામાં આવતા કન્ટેન્ટના મોટાભાગ સુધી પહોંચ બની શકશે

  બ્રોડકાસ્ટ બિઝનેસને Network18 અને કેબલ એન્ડ ઈન્ટરનેટ બ્રોડબેન્ડ બિઝનેસ અંતર્ગ થશે. 1 ફેબ્રુઆરી 2020 પછી આ બધી કંપનીઓ Network18ની સહાયક કંપનીઓ હશે. Network18 એકીકૃત સ્વરૂપથી નેટ ડેટ ફ્રી કંપની હશે. આ બધી કંપનીઓ Network18માં વિલય થયા પછી રિલાયન્સ ગ્રૂપનું હોલ્ડિંગ 75 ટકા ઘટીને 64 ટકા રહેશે.
  Published by:Ashish Goyal
  First published: