રિલાયન્સના શેરોમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો

News18 Gujarati
Updated: August 13, 2019, 3:26 PM IST
રિલાયન્સના શેરોમાં 10 વર્ષનો સૌથી મોટો ઉછાળો
મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

12મી ઑગસ્ટે મળેલી કંપનીની AGMમાં ચેરમેન મુકેશ અંબાણીએ કેટલીક નવી સેવાઓની જાહેરાત કરી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : આજs સપ્તાહના શેર બજારમાં મંદી હતી પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના શેરોમાં 10 વર્ષનો સૌથી મોટો ઇન્ટ્રાડે ઉછાળો જોવા મળ્યો હતો. 12મી ઑગસ્ટે મળેલી કંપનીની AGMમાં કપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કેટલીક નવી સેવાઓની જાહેરાત કરી હતી. આ જાહેરાતોના પગલે આજે રિલાયન્સના શેરોમાં 12 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરોમાં આવેલો આ ઉછાળો અગાઉ વર્ષ 2008ની 14મી જાન્યુઆરીના રોજ જોવા મળ્યો હતો. ત્યારબાદનો આ મોટો ઉછાળો છે. આ ઉછાળાના પગલે રિલાયન્સ સૌથી વધુ મૂલ્ય ધરાવતી ભારતીય કંપનીના સ્વરૂપમાં ઉભરી આવી છે. જોકે, રિલાયન્સની જાહેરાતોના પગલે દેશની મોટી ટેલિકોમ કંપનીના શેરોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે.

જીયો બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સર્વિસિસ સહીતની જાહેરાતોના પગલે ભારતી એરટેલના શેરોમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો જ્યારે આઈડિયાના શેરોમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. જીયોની જાહેરાતના સમયે જે સ્થિતિ સર્જાઈ હતી તેના ઉપલક્ષમાં ટેલિકોમ કંપની શેરોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું હતું.

આ પણ વાંચો :  ઓટો સેક્ટરમાં મંદી વચ્ચે જુલાઈમાં પેસેન્જર વાહનોનું વેચાણ 31% ઘટ્યું

સોમવારે યોજાયેલી કંપનીની AGMમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન મુકેશ અંબાણીએ જીયોફાયબર બ્રોડબેન્ડ સર્વિસિસની જાહેરાત કરી, તેમણે જણાવ્યું કે આ સેવાના પ્રમિયમ ગ્રાહકો થિયેટરમાં રિલિઝ થનારી ફિલ્મોને એજ દિવસે નિહાળી શકશે.

આ જાહેરાતના પગલે સોમવારે મલ્ટિપ્લેક્સ ચેઇન PVR અને આઇનોક્સ લિઝરના શેરોમાં 8 અને 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ જાહેરાતના પગલે ડીશ ટી.વીના શેરોમાં પણ કડાકો બોલ્યો હતો.આ પણ વાંચો :   ગુજરાતીઓ રશિયામાં પણ હીરા ચમકાવે છે , CM રૂપાણીએ 2 કારખાનાની મુલાકાત લીધી

ડિસ્ક્લેમેર: ગુજરાતી ન્યૂઝ 18 ડોટ કોમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

 
First published: August 13, 2019
વધુ વાંચો
अगली ख़बर