10 લાખ કરોડની માર્કેટ કૅપ સાથે દેશની સૌથી મોટી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

10 લાખ કરોડની માર્કેટ કૅપ સાથે દેશની સૌથી મોટી કંપની બની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
અબૂ ધાબીની મુબાડાલા ઇન્વેસ્ટર કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9,039.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

અબૂ ધાબીની મુબાડાલા ઇન્વેસ્ટર કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 9,039.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

 • Share this:
  નવી દિલ્હીઃ શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries Share Price)ના શૅરમાં જોરદાર તેજી આવી છે. NSE પર કંપની (RIL Share at all time high) પર શૅર પોતાના ઉચ્ચતર સ્તરે પહોંચી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે જિયોમાં વધુ એક મોટા રોકાણના અહેવાલથી શૅરમાં તેજી આવી છે. આ તેજીમાં કંપનીની માર્કેટ કૅપ વધીને 10.30 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. માર્કેટના હિસાબથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની બની ગઈ છે.

  રોકાણકારો થયા માલામાલ  કોરોના સંકટના કારણે માર્ચમાં શૅર બજાર ખૂબ જ વેગથી પટકાયું હતું. તે સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર ગબડીને 867 રૂપિયાના ભાવે આવી ગયો હતો. હવે તેની કિંમત 1600 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. શૅર પોતાના નીચલા સ્તરથી 85 ટકા ઊંચકાઈ ગયો છે.


  દેશની 10 સૌથી મોટી કંપની

  મનીકન્ટ્રોલ પર દર્શાવવામાં આવેલા આંકડાઓ મુજબ, માર્કેટ કેપના હિસાબથી રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની છે. બીજી તરફ, બીજા નંબરે TCS આવે છે. ત્રીજા નંબરે HDFC બેંક, ચોથા નંબરે HUL, પાંચમાં નંબરે ભારતી એરટેલ, છઠ્ઠા નંબરે HDFC, સાતમા પર ઇન્ફોસિસ, આઠમા નંબરે કોટક મહિન્દ્રા બેંક, નવમા નંબરે ITC અને દસકા નંબરે ICICI બેંક છે.


  આ પણ વાંચો, સ્ત્રીઓની લગ્ન કરવાની ઉંમર વધારીને આટલી કરી શકે છે સરકાર, ટાસ્ક ફોર્સની રચના

  વધુ એક મોટી કંપનીનું રિલાયન્સ જિયોમાં રોકાણ

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 5 જૂને જણાવ્યું છે કે અબૂ ધાબી સ્થિત સ્વાયત્ત રોકાણકાર (sovereign investor) મુબાડાલા ઇન્વેસ્ટર કંપની (Mubadala Investment Company) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના ડિજિટલ એકમ જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms)માં 9,039.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુબાડાલા ઇન્વેસ્ટર કંપનીના આ રોકાણ માટે Equity Value 4.91 લાખ કરોડ નક્કી થઈ છે. બીજી તરફ, Enterprise Value 5.16 લાખ કરોડ નક્કી થઈ છે. આ રોકાણની સાથે જ જિયો પ્લેટફોર્મ્સે 6 સપ્તાહથી ઓછા સમયમાં અત્યાર સુધી દુનિયાની અગ્રણી ટેક્નોલોજી અને ગ્રોથ ઇન્વેસ્ટર્સ પાસેથી 87,655.35 કરોડ રૂપિયા એકત્ર કરી દીધા છે. આ ઇન્વેસ્ટર્સમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા પાર્ટનર્સ, જનરલ અટલાન્ટિક, કેકેઆર અને મુબાડાલા ઇન્વેસ્ટર સામેલ છે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)

  આ પણ વાંચો, Mubadala 1.85% હિસ્સેદારી માટે Jio Platformsમાં કરશે 9,093.6 કરોડ રૂપિયાનું રોકાણ
  Published by:News18 Gujarati
  First published:June 05, 2020, 10:35 am

  ટૉપ ન્યૂઝ