Jio- Vista Equity Deal: રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી, એક મહિનામાં મળ્યું 29%નું રિટર્ન

News18 Gujarati
Updated: May 8, 2020, 2:34 PM IST
Jio- Vista Equity Deal: રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી, એક મહિનામાં મળ્યું 29%નું રિટર્ન
વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરતાં રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી

વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સે રિલાયન્સ જિયોમાં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરતાં રિલાયન્સના શૅરમાં આવી જોરદાર તેજી

  • Share this:
નવી દિલ્હીઃ ફેસબુક (Facebook), સિલ્વર લેક (Silver Lake) બાદ હવે વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (Vista Equity Partners) એ રિલાયન્સ જિયો (Reliance Jio)માં 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. Vista Equity Partnersએ રિલાયન્સ જિયોમાં આ રોકાણ Technological Partner તરીકે કર્યું છે. આ રોકાણ FB ડીલના 12.5 ટકા પ્રિમિયમ પર કરવામાં આવ્યું છે. આ અહેવાલ બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરમાં તેજી જોવા મળી છે. શુક્રવારે NSE પર કંપનીનો શૅર 4 ટકાથી વધી ઉછળી ગયો. બીજી તરફ ગ્રુપની અન્ય કંપનીઓના શૅરોમાં પણ તેજીનું વલણ છે. હેથવે કેબલ્સના શૅર 12 ટકા અને TV18 બ્રોડકાસ્ટના શૅરમાં 9 ટકાનો વધારો છે.

રિલાયન્સના શૅરનું પ્રદર્શન એક સપ્તાહમાં રિલાયન્સનો શૅર 7 ટકા, બે સપ્તાહમાં 15 ટકા તથા એક મહિનામાં 29 ટકા વધી ગયો છે. જ્યારે એક વર્ષમાં શૅરે 16 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સપર્ટ્સ જણાવે છે કે કોરોના વાયરસના કારણે લાગુ લૉકડાઉનમાં ભારત સહિત દુનિયાભરના શૅર બજાર ઝડપથી ગબડી રહ્યા છે. જ્યારે રિલાયન્સના શૅરમાં તેજીનો દોર ચાલુ છે.

આ પણ વાંચો, બે સપ્તાહમાં 60,596 કરોડ રૂપિયાની ડીલ કરી Jio બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની

જિયો-વિસ્તા વચ્ચે શું ડીલ થઈ છે?

- Vistaના કટિંગ એજ (અત્યાધુનિક) ટેક્નોલોજી કંપનીઓમાં તેના શરૂઆતના સમયમાં જ રોકાણ કરવાનો જોરદાર ટ્રેક રેકોર્ડ છે.

- Vistaના 10 વર્ષના ઈતિહાસમાં દરેક રોકાણે નફો આપ્યો છે. આ ભારતમાં કરવામાં આવેલું Vista Equity Partnersનું પહેલું રોકાણ છે.- રિલાયન્સ જિયોમાં એક મહિનાની અંદર ત્રણ મોટા રોકાણ થયા છે. FB, SLP બાદ હવે Vista Equity Partnersનું મોટું રોકાણ થયું છે. રિલાયન્સ જિયોમાં એક મહિનામાં 60,596.37નું રોકાણ આવ્યું છે.

- Vista Equityના આ રોકાણ માટે Equity Value 4.91 લાખ કરોડ રૂપિયા નક્કી થયા છે. બીજી તરફ, Enterprise Value 5.16 લાખ કરોડ નક્કી થઈ છે.

- આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે Vistaનું સ્વાગત છે.

ડિસ્કેલમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, ટ્રમ્પનો અંગત સેવક કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું, હવે રોજ ટેસ્ટ કરાવીશ
First published: May 8, 2020, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading