હવે વધારે ઝડપથી થશે કોરોના ટેસ્ટિંગ! RILએ ખાસ સિસ્ટમ લગાવવા માટે ઇઝરાયેલની ટીમને ભારત બોલાવવાની મંજૂરી માંગી

ઇઝરાયેલની આ ટીમ ભારત આવીને રેપિડ કોવિડ-19 આઈડેન્ટિફિકેશન સોલ્યૂશનને (Rapid Covid-19 Identification Solution)સ્થાપિત કરશે. જેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ આસાનીથી અને ઝડપથી થઇ શકશે, RILના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીએ કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી

ઇઝરાયેલની આ ટીમ ભારત આવીને રેપિડ કોવિડ-19 આઈડેન્ટિફિકેશન સોલ્યૂશનને (Rapid Covid-19 Identification Solution)સ્થાપિત કરશે. જેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ આસાનીથી અને ઝડપથી થઇ શકશે, RILના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીએ કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL)ચેરમેન અને પ્રબંધ નિર્દેશક મુકેશ અંબાણીએ (CMD Mukesh Ambani)ઇઝરાયેલની એક ટીમને ભારત બોલાવવા માટે કેન્દ્ર સરકાર પાસે વિશેષ મંજૂરી માંગી છે. ઇઝરાયેલની આ ટીમ ભારત આવીને રેપિડ કોવિડ-19 આઈડેન્ટિફિકેશન સોલ્યૂશનને (Rapid Covid-19 Identification Solution)સ્થાપિત કરશે. જેનાથી દેશમાં કોરોના ટેસ્ટિંગ આસાનીથી અને ઝડપથી થઇ શકશે. કંપની આ માટે લોકોને પ્રશિક્ષણ પણ આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 1.5 કરોડ ડોલરમાં ઇઝરાયેલની એક સ્ટાર્ટઅપ કંપની બ્રેથ ઓફ હેલ્થ (BoH)પાસે આ સોલ્યૂશન ખરીદ્યું છે.

  થોડીક સેકન્ડોમાં મળી જાય છે કોરોના ટેસ્ટિંગના પરિણામ

  બ્રેથ ઓફ હેલ્થના પ્રતિનિધિમંડળે રિલાયન્સની અરજી પર ઇમરજન્સી એપ્રુવલ મેળવી લીધું છે. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસના કારણે રિલાયન્સ આ રેપિડ ટેસ્ટિંગ સિસ્ટમને તાત્કાલિક સ્થાપિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલે પોતાના નાગરિકોને 7 દેશોમાં જવા પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. જેમાં ભારત પણ સામેલ છે. ઇઝરાયેલની મેડિકલ ટેકનોલોજી કંપનીના એક્સપર્ટ રિલાયન્સની ટીમને ભારતમાં આ સિસ્ટમ ચલાવવાનું શીખવાડશે. કોરોના વાયરસ કેરિયર અને દર્દીઓની ઓળખ કરનાર આ સિસ્ટમ દેશમાં સંક્રમણની ઝડપ ઘટાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે. બતાવવામાં આવી રહ્યું છે કે આના દ્વારા કોરોના ટેસ્ટના પરિણામ થોડી જ સેકન્ડોમાં મળી શકે છે.

  આ પણ વાંચો - રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અને નીતા અંબાણીએ સંભાળી કમાન, 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા

  રિલાયન્સે જાન્યુઆરી 2021માં બ્રેથ ઓફ હેલ્થ સાથે 1.5 કરોડ ડોલરનો એક સોદો કર્યો હતો. જે અંતર્ગત રિલાયન્સને સ્વિફ્ટ કોવિડ-19 બ્રેથ ટેસ્ટિંગ સિસ્ટમ (Breath Testing System)મળવાના હતા. સમજુતી પ્રમાણે રિલાયન્સ ઇઝરાયેલની આ સ્ટાર્ટઅપ કંપની પાસે કોરોના વાયરસ ટેસ્ટ કિટની ખરીદી કરવાની છે. દર મહિને 10 લાખ ડોલરના ખર્ચ પર આ રેપિડ ટેસ્ટિંગ મશીનથી લાખો લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બીઓએચે એક શ્વાસ ટેસ્ટ કરવાવાળી સિસ્ટમ બનાવી છે, જેમાં કોવિડ-19ના સંક્રમણની ઓળખનો સક્સેસ રેટ 95 ટકાની ઉપર છે.

  RT-PCRના મુકાબલે 98% સફળતાનો દર

  બીઓએચની આ સિસ્ટમના ક્લિનિકલ ટ્રાયલમાં જાણ થઇ છે કે સ્ટાન્ડર્ડ પીસીઆર ટેસ્ટના મુકાબલે તેની સફળતાનો દર 98 ટકા છે. ઇઝરાયેલના હદાશ મેડિકલ સેન્ટર અને સેવા મેડિકલ સેન્ટરમાં ટ્રાયલ કરવામાં આવ્યો છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે બીઓએચની રેપિડ ટેસ્ટિંગ ભારત પહોંચી ચૂકી છે. તેના કામકાજ શરૂ થયા પછી ભારતમાં કોરોના સંક્રમણના કેસ પર કાબુ મેળવવામાં ઘણી મદદ મળી શકે છે. ઇઝરાયેલના સ્વાસ્થ્ય ઉપમંત્રી યોવ કિશે બીઓએચના લેબમાં જઈને આ મશીન સાથે જોડાયેલ તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. ભારતમાં એક સપ્તાહ પહેલા આવી ચૂકેલા આ સિસ્ટમને જલ્દી ઇન્સ્ટોલ કરવાની છે.
  Published by:Ashish Goyal
  First published: