રિલાયન્સ રિટેલ ભારતમાં લૉંચ કરશે 7-Eleven convenience સ્ટોર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

RRVL to roll out 7-Eleven stores: RIL તરફથી એક્સેન્જ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 7-ઇલેવન સ્ટોર શનિવારે એટલે કે 9મી ઓક્ટોબરના રોજ અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે શરૂ થશે.

  • Share this:
    મુંબઈ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries -RIL) તરફથી ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે કે તેની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Ventures Limited) ભારતમાં 7-ઇલેવન સ્ટોર (7-Eleven Convenience stores) લૉંચ કરશે. રિલાયન્સ રિટેલની સબ્સિડિયરી કંપનીએ ભારતમાં પોતાના સ્ટોર લૉંચ કરવા માટે 7-ઇલેવન, ઇંક (SEI) સાથે એક માસ્ટર ફ્રેન્ચાઇઝી કરાર કર્યો છે.

    RIL તરફથી એક્સેન્જ ફાઇલિંગમાં કહેવામાં આવ્યું છે કે પ્રથમ 7-ઇલેવન સ્ટોર શનિવારે એટલે કે 9મી ઓક્ટોબરના રોજ અંધેરી ઇસ્ટ, મુંબઈ ખાતે શરૂ થશે. મુંકેશ અંબાણીની કંપની RIL તરફથી કહેવામાં આવ્યું છે કે 7-ઇલેવન સ્ટોર્સનો ઉદેશ્ય ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવાનો છે. આ સ્ટોરમાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત સ્નેક્સ અને ખાણી-પીણીનો તમામ સમાન મળશે.

    RILની રિટેલ તરફથી કહેવાયું છે કે SEI ભારતમાં પોતાની સૌથી અલગ 7 ઇલેવન સુવિધા રિટેલ બિઝનેસ મોડલને લાગૂ કરવા અને માર્કેટમાં જગ્યા બનાવવા માટે RRVLને સપોર્ટ કરશે.

    ફ્યૂચર ગ્રુપ (Future Group)ના સ્વામિત્વ વાળી ફ્યૂચર રિટેલ લિમિટેડે (Future Retail Limited) મંગળવારે જાહેરાત કરી છે કે તેમણે ભારતમાં સ્ટોર ઑપરેટ કરવાની બે વર્ષની યોજના બાદ 7-ઇલેવન સાથે માસ્ટર ફ્રેન્ચાઇઝી એગ્રિમેન્ટ ખતમ કરી દીધું છે. જેના બે દિવસ બાદ RRVL સાથે આ એગ્રિમેન્ટ થયું છે. આ અગ્રેમેન્ટ એ માટે ખતમ કરવામાં આવ્યું, કારણ કે ફ્યૂચર ગ્રુપ નક્કી કરાયેલા સ્ટોર શરૂ કરતું ન હતું અને નક્કી કરેલી ફ્રેન્ચાઇઝી ફી પણ ચૂકવતું ન હતું.

    ઉલ્લેખનીય છે કે ફ્યૂચર રિટેલ તરફથી વર્ષ 2019માં ભારતમાં સ્ટોર ખોલવા અને તેનું સંચાલન કરવા માટે 7-ઇલેવન સાથે એક માસ્ટર ફ્રેન્ચાઇઝી એગ્રીમેન્ટ થયું હતું. જે બાદમાં 2020ની શરૂઆતમાં ભારતમાં પ્રથમ સ્ટોર ખોલવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જોકે, આજ સુધી એક પણ સ્ટોર ખૂલ્યો નથી. અમેરિકાની 7-ઇલેવન વિશ્વના 18 દેશમાં કામ કરે છે. તેના 77,000થી વધારે સ્ટોર છે. જેમાં ખાણી-પીણીનો સામાન, રોજિંદી ઉપયોગમાં આવતી વસ્તુઓ મળી રહે છે.

    (Disclaimer: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટેમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published: