Reliance Retail Q4 Results: રિલાયન્સ રિટેલ (Reliance Retail) ના પરિણામો રજૂ કર્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) ના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીએ રિટેલ બિઝનેસમાં 15,000 સ્ટોર્સનો બેન્ચમાર્ક હાંસલ કર્યો, રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી નોકરીદાતાઓમાંની એક બની ગઈ છે.
નવી દિલ્હી : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ શાખા રિલાયન્સ રિટેલ (Reliance Retail) ની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક ધોરણે, 31 માર્ચ, 2022 ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેલ (Reliance Retail Q4 Results) ની આવક વધીને રૂ. 58,019 કરોડ થઈ ગઈ છે. છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 57,717 કરોડ નોંધાઈ હતી.
રિલાયન્સ રિટેલનો વાર્ષિક ચોખ્ખો નફો રૂ. 7,055 કરોડ રહ્યો. ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,139 કરોડ ($282 મિલિયન) રહ્યો, જે ગયા વર્ષની સરખામણીમાં 4.8 ટકા ઓછો છે.
સ્ટોરની સંખ્યા વધીને 15,196 થઈ ગઈ
રિલાયન્સ રિટેલ આ વર્ષે 2,566 નવા સ્ટોર ખોલ્યા છે, આ રીતે હવે સ્ટોર્સની સંખ્યા વધીને 15,196 થઈ ગઈ છે. રિટેલ બિઝનેસમાં લગભગ ₹200,000 કરોડની રેકોર્ડ વાર્ષિક આવક રહી.
સૌથી મોટી રોજગારી આપતી કંપનીઓમાંની એક
રિલાયન્સ રિટેલ દેશની સૌથી મોટી નોકરીદાતાઓમાંની એક બની ગઈ છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષ દરમિયાન અભૂતપૂર્વ 150,000 નવી નોકરીઓનું સર્જન કર્યું છે. રિલાયન્સ રિટેલની કુલ કર્મચારીઓની સંખ્યા હવે 3,61,000 ને વટાવી ગઈ છે.
ગયા વર્ષની સરખામણીમાં ભાગીદારોની સંખ્યામાં 3 ગણો વધારો થયો છે
રિલાયન્સ રિટેલની પ્રી-ઈન્વેસ્ટમેન્ટ કમાણી (EBIDTA) વાર્ષિક ધોરણે 16.3 ટકા વધીને રૂ. 3,584 કરોડ ($473 મિલિયન) રહી છે. આમાં ફેશન, લાઈફસ્ટાઈલ અને ખાદ્યપદાર્થોમાંથી થતી આવકે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. રિલાયન્સ રિટેલે સારી ઑફર્સ અને બહેતર ઉત્પાદનોના દમ પર ગયા વર્ષ કરતાં ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ પર દૈનિક ઓર્ડરની સંખ્યા બમણી કરતાં વધુ કરી છે. રિલાયન્સ રિટેલે દેશના ઘણા ભાગોમાં કિરાણાના નવા વેપારીઓને જોડીને ગયા વર્ષની સરખામણીમાં ભાગીદારોની સંખ્યામાં 3 ગણો વધારો કર્યો છે.
રિલાયન્સ રિટેલના પરિણામો રજૂ કર્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, કંપનીએ રિટેલ બિઝનેસમાં 15,000 સ્ટોર્સનો બેન્ચમાર્ક હાંસલ કર્યો છે. કંપનીએ ડિજિટલ-રિટેલ સેગમેન્ટમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. બજારના અનિશ્ચિત વાતાવરણ છતાં સારી રિકવરી જોવા મળી છે. કંપનીએ પડકારો પછી પણ સારા આંકડા રજૂ કર્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર