Home /News /business /રિલાયન્સે Dunzo માં 25.8% ભાગીદારી ખરીદી, ઇશા અંબાણીએ કહ્યું- અમે Dunzo ના કામથી પ્રભાવિત

રિલાયન્સે Dunzo માં 25.8% ભાગીદારી ખરીદી, ઇશા અંબાણીએ કહ્યું- અમે Dunzo ના કામથી પ્રભાવિત

આ નિવેશ સાથે બેંગલુરુ સ્થિત આ સ્ટાર્ટઅપમાં રિલાયન્સની (Reliance)25.8% ભાગીદારી ખરીદી હશે

Reliance Retail : રિલાયન્સ રિટેલે (Reliance Retail)ક્વિક કોમર્સ ફર્મ Dunzo માં 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું

  નવી દિલ્હી : રિલાયન્સ રિટેલે (Reliance Retail)ક્વિક કોમર્સ ફર્મ Dunzo માં 200 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ નિવેશ સાથે બેંગલુરુ સ્થિત આ સ્ટાર્ટઅપમાં રિલાયન્સની (Reliance)25.8% ભાગીદારી ખરીદી હશે. Dunzo એ આ રાઉન્ડમાં કુલ 240 મિલિયન ડોલરની ફંડિંગ મેળવી છે. આ રાઉન્ડની ફડિંગમાં રિલાન્સ રિટેલ સાથે વર્તમાન નિવેશક લાઇટબોક્સ (Lightbox), લાઇટરોક (Lightrock), 3એસ કેપિટલ એન્ડ અલ્ટેરિયા કેપિટલે પણ ભાગ લીધો હતો.

  રિલાયન્સ રિટેલે પોતાના એક નિવેદનમાં કહ્યું કે આ પૂંજીનો ઉપયોગ Dunzo ને દેશના સૌથી મોટા ક્વિક કોમર્સ બિઝનેસ બનવાના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે કરવામાં આવશે. જેમાં માઇક્રો-વેયરહાઉસેસના નેટવર્કથી આવશ્યક વસ્તુઓની તાત્કાલિક ડિલીવરી કરાઇ શકાશે. Dunzo ભારતના વિભિન્ન શહેરોમાં સ્થાનીય વેપારીઓ માટે લોજિસ્ટિક્સને સક્ષમ કરવા માટે બિઝનેસ ટૂ બિઝનેસ વર્ટિકલને પણ વિસ્તાર આપશે.

  ભારતમાં સાત મેટ્રો સિટીમાં ઉપલબ્ધ Dunzo પહેલાથી જ ક્વિક કોમર્સ કેટેગરીમાં માર્કેટ લીડર તરીકે પોતાને સ્થાપિત કરી ચૂક્યૂ છે. લેટેસ્ટ કેપિટલ ઈફ્યુશન સાથે આ પ્લેટફોર્મનું લક્ષ્ય 15 શહેરો સુધી પહોંચવાનું છે.

  આ ફંડિંગ ઉપરાંત Dunzo અને રિલાયન્સ રિટેઈલ (Reliance Retail) ચોક્કસ બિઝનેસ ભાગીદારીમાં પણ પ્રવેશ કરશે. Dunzo રિલાયન્સ રિટેલ દ્વારા સંચાલિત રિટેલ સ્ટોર્સ માટે હાઇપરલોકલ લોજિસ્ટિક્સને સક્ષમ કરશે. આ સાથે જ રિલાયન્સ રિટેલની ઓમ્ની-ચેનલ ક્ષમતા વધારશે. Dunzo જીઓ માર્ટના મર્ચન્ટ નેટવર્ક માટે છેક સુધીની ડિલિવરીની સુવિધા પણ આપશે.

  રોકાણવિશે વાત કરતા રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે ઓનલાઈન વપરાશ પેટર્નમાં ફેરફાર જોઈ રહ્યા છીએ અને Dunzo એ જગ્યાને કેવી રીતે અસર કરી છે તેનાથી અમે ખૂબ પ્રભાવિત છીએ. Dunzo ભારતમાં ક્વિક કોમર્સના પ્રણેતા છે અને અમે દેશમાં સ્થાનિક બિઝનેસને સક્ષમ બનવાની તેમની મહત્વાકાંક્ષાઓને આગળ વધારવામાં તેમને ટેકો આપવા માંગીએ છીએ."

  વધુમાં તેમણે જણાવ્યું કે, Dunzo સાથેની અમારી ભાગીદારી દ્વારા અમે રિલાયન્સ રિટેલના ગ્રાહકોને વધુ સગવડતા અને રિલાયન્સ રિટેલ સ્ટોર્સમાંથી ઉત્પાદનોની ઝડપી ડિલિવરી દ્વારા અલગ-અલગ કસ્ટમર એક્સપિરિયન્સ આપી શકીશું. અમારા વેપારીઓને તેમના ડેવલપમેન્ટને ટેકો આપવા માટે Dunzo ના હાઇપરલોકલ ડિલિવરી નેટવર્કની ઍક્સેસ મળશે. તેઓ જીઓ માર્ટ (Jio Mart) દ્વારા તેમના વ્યવસાયને ઑનલાઇન ટ્રાન્સફર કરી શકશે.

  ડુન્ઝોના કો ફાઉન્ડર કબીર બિસ્વાસે જણાવ્યું કે, શરૂઆતથી જ અમે ગ્રાહકોને સારી સેવા આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને આ ફંડિંગ રાઉન્ડ અમારા અભિગમની અદભૂત સફળતા છે. રિલાયન્સ રિટેલના આ રોકાણ સાથે અમારી પાસે લાંબા ગાળાના ભાગીદાર હશે. જેની સાથે અમે ગ્રોથ ઝડપી બનાવી શકીશું. આ સાથે જ ભારતીયો તેમની દૈનિક અને સાપ્તાહિક જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કેવી રીતે કરે છે તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું. ડુન્ઝો ડેઇલીએ જે ટ્રેક્શન અને વેગ હાંસલ કર્યું છે તેનાથી અમે ઉત્સાહિત છીએ અને આગામી 3 વર્ષોમાં અમારો ધ્યેય દેશમાં સૌથી વિશ્વસનીય કોમર્સ પ્રોવાઈડર્સમાંથી એક તરીકે સ્થાપિત થવાનો છે.

  ઉલ્લેખનીય છે કે, Dunzo હાઇપરલોકલ ક્વિક કોમર્સ કંપની છે, જે કુરિયર, ઈ-કોમર્સ અને વેપારી લોજિસ્ટિક્સમાં વ્યવહારોની સુવિધા માટે વેપારીઓ, ભાગીદારો અને યુઝર્સને જોડે છે. તેને રિલાયન્સ રિટેલ, ગૂગલ, બ્લુમ વેન્ચર્સ, એસ્પાડા ઇન્વેસ્ટમેન્ટ્સ, લાઇટરોક, લાઇટબોક્સ વેન્ચર્સ, STIC વેન્ચર્સ, અલ્ટેરિયા અને 3L કેપિટલનું સમર્થન છે. ડુન્ઝો સાથે અગાઉ મોર્ગન સ્ટેનલીએ નાણાકીય સલાહકાર તરીકે અને સિરિલ અમરચંદ મંગળદાસે લીગલ સલાહકાર તરીકે કામ કર્યું હતું. AZB અને ભાગીદારોએ RRVL અને Deloitte, Haskins & Sells LLP માટે લીગલ સલાહકાર તરીકે કામ કર્યું હતું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Reliance Retail, રિલાયન્સ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन