રિલાયન્સ રીટેલની હરણફાળઃ ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં 94માં ક્રમે

News18 Gujarati
Updated: January 24, 2019, 7:47 AM IST
રિલાયન્સ રીટેલની હરણફાળઃ ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં 94માં ક્રમે

  • Share this:
મુકેશ અંબાણી સંચાલિત રિલાયન્સ રીટેલે કરીયાણાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ વ્યવસાયોમાં આવકવૃધ્ધિને કારણે ડેલોઇટના ગ્લોબલ પાવર્સ ઓફ રીટેલિંગ 2019 ઇન્ડેક્સમાં 95 સ્થાનની હરણફાળ લગાવીને 94મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અહીં ક્લિક કરી વાંચો આણંદ: 9માં ધોરણના વિદ્યાર્થીએ કરી કમાલ, બનાવી હવામાં ઉડી શકે તેવી ડ્રોન એમ્બ્યુલન્સ

વૈશ્વિક રીટેલ કંપનીઓની નાણાંકીય વર્ષ 2017ની આવક અને ભારતીય કંપનીઓ માટે માર્ચ 2018માં પૂરાં થયેલા નાણાંકીય વર્ષની આવકને ધ્યાનમાં રાખીને ડેલોઇટે 250 કંપનીઓની યાદી તૈયાર કરી હતી.

રિલાયન્સ રીટેલ ગત વર્ષે બહાર પાડવામાં આવેલી નાણાંકીય વર્ષ 2016ની યાદીમાં સૌથી ઝડપી 50માં સૌ પ્રથમ વખત સ્થાન પામી હતી અને નાણાંકીય વર્ષ 2017માં તેની આવકમાં ઝડપી વધારો ચાલુ રાખતાં આવક બમણી કરી હતી. જે તેના 95 સ્થાન આગળ વધીને ટોચના 250માં 94મું સ્થાન મેળવવામાં પ્રતિબિંબિત થયું છે, એમ ડેલોઇટે જણાવ્યું હતું. આવકના વધારાને સ્ટોરના વિસ્તરણ અને સ્ટોરમાં વેચાણમાં થયેલા વધારાનો ટેકો મળ્યો હતો.

રિલાયન્સ રીટેલ આવક અને સ્ટોરની સંખ્યા બંનેની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી રીટેલ ચેઇન છે, જે 6400 શહેરો અને નગરોમાં 9907 સ્ટોરનું નિયમન કરે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં, કંપનીની આવક લગભગ બમણી થઈને રૂ.93,903 કરોડ થઈ છે અને નફો રૂ. 4,278 કરોડ થયો છે.

ડેલોઇટે જણાવ્યું હતું કે 250 રીટેલરોની કુલ આવક 4.53 ટ્રીલિયન અમેરિકન ડોલર થવા જાય છે અને તેમાં સંયુક્ત રીતે વાર્ષિક ધોરણે 5.7 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. પાંચ વર્ષમાં રીટેલ આવકની વૃધ્ધિ 3.3 ટકા હતી.નાણાંકીય વર્ષ 2017માં ટોચના 250 રીટલરોની કુલ આવકમાં વિશ્વના ટોચના 10 રીટેલરોનો હિસ્સો 31.6 ટકા જેટલો હતો, જે વાર્ષિક ધોરણે 0.9 ટકાની વૃધ્ધિ દર્શાવે છે. ટોચના ત્રણ રીટેલરોએ તેમનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે એમેઝોને 25.3 ટકાની આવક વૃધ્ધિ સાથે બે સ્થાન આગળ વધીને 4થું સ્થાન મેળવ્યું હતું, એમ કંપનીએ જણાવ્યું હતું.

વોલમાર્ટે તેનું વિશ્વના સૌથી મોટા રીટેલર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું હતે, જેની રીટેલ આવક નાણાંકીય વર્ષ 2017માં 3 ટકા વધી હતી. વોલમાર્ટની તાજેતરની પહેલોમાં ભારતીય રીટેલર ફ્લિપકાર્ટનું હસ્તાંતરણ અને જાપાનીઝ રીટેલર રાકુટેન સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે.'

કોસ્ટકોએ તેનું 2જું સ્થાન જાળવી રાખ્યું હતું જ્યારે ક્રોગર તેની પાછળ 3જા સ્થાને રહી. ટોચના 10 રીટેલરોમાં સાત રીટેલરો યુ.એસ.ના છે, જ્યારે જર્મન કંપની સ્વાર્ઝ અને એલ્દી એનકેમ્પ અનુક્રમે પાંચમા અને સાતા ક્રમે આવ્યા હતા યુ.કે.ની ટેસ્કો એક સ્થાન આગળ વધીને 10મા ક્રમે રહી. વિશ્વના ટોચના 250 રીટેલરોમાં યુરોપમાંથી સૌથી વધારે 87 રીટલરો સ્થાન પામ્યા હતા.
First published: January 23, 2019, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading