Home /News /business /રિલાયન્લ રિટેલે લોન્ચ કર્યુ વન સ્ટોપ ફેશન સ્ટોર ‘રિલાયન્સ સેન્ટ્રો’, ખરીદી માટે 300થી વધારે બ્રાન્ડ ઉપલબ્ધ

રિલાયન્લ રિટેલે લોન્ચ કર્યુ વન સ્ટોપ ફેશન સ્ટોર ‘રિલાયન્સ સેન્ટ્રો’, ખરીદી માટે 300થી વધારે બ્રાન્ડ ઉપલબ્ધ

રિલાયન્સ રિટેલે લોન્ચ કર્યુ પહેલું સેન્ટ્રો સ્ટોર

'Reliance Centro': રિલાયન્સનું પહેલુ સેન્ટ્રો સ્ટોર 75,000 વર્ગ ફુટમાં ફેલાયેલું છે. ઓપનિંગના સમયે આ સ્ટોર પર ખરીદદારોને ઘણી ઓફરો પણ મળી રહી છે. સ્ટોર ઉદ્ધાટનના પ્રસંગે 3999 રુપિયાની ખરીદી પર 1500 રૂપિયા અને 4999 રૂપિયા કે તેનાથી વધારે ખરીદી પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યુ છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ભારતની સૌથી મોટી રિટેલ ચેન રિલાયન્સ રિટેલે ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ‘રિવાયન્સ સેન્ટ્રો’ લોન્ચ કર્યુ છે. પહેલું રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર દિલ્હીના વસંત કુંજમાં ખોલ્યુ છે. રિલાયન્સ સેન્ટ્રોનો ઉદ્દેશ્ય ભારતમાં ગ્રાહકોની વચ્ચે તેમની પકડને વધારે મજબૂત કરીને દેશમાં વધારેમાં વધારે લોકો સુધી ફેશનને પહોંચાડવાનો છે.

    ખરીદી માટે 300થી વધારે વિકલ્પ ઉપલબ્ધ


    રિલાયન્સ સેન્ટ્રો સ્ટોરમાં ગ્રાહકો કપડા, ફૂટવેર, કોસ્મેટિક, લિંગરી, સ્પોર્ટસવેરથી લઈને લગેજ સુધી ખરીદી શકે છે. આ ઉપરાંત ગ્રાહકોને દેશ-વિદેશની 300થી વધારે બ્રાન્ડને પસંદ કરવાનો વિકલ્પ મળશે. રિલાયન્સ સેન્ટ્રોમાં દેશના મિડ અને પ્રીમિયમ સેગમેન્ટ ગ્રાહકોની ફેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. રિલાયન્સ સેન્ટ્રો દિલ્હીના ફેશન ચાહકોની પસંદ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સદાબહાર હાઈ ક્વાલિટી ફેશન ઓફર કરશે. અહીં દરેક ઉંમરના લોકોની ફેશન સંબંધિત જરૂરિયાતો પૂરી થશે.

    આ પણ વાંચોઃ માત્ર 10 રૂપિયાનું રોકાણ કરીને તમે આ રીતે તગડું ફંડ બનાવી શકો

    દરેક પ્રસંગ માટે રહો તૈયાર


    રિલાયન્સ સેન્ટ્રોમાં તમે દરેક તહેવાર, લગ્ન કે અન્ય કોઈ પણ પ્રસંગે ખરીદી કરી શકો છો. અહીં તમારી પસંદની દરેક ફેશન જરૂરિયાત અનુસાર આધુનિક તેમજ ક્વાલિટીની ફેશન ઉપલબ્ધ હશે. તમે અલગ-અલગ બ્રાન્ડસ અને સ્ટાઈલમાંથી તમારી પસંદ પ્રમાણે શોપિંગ કરી શકશો. અહીં બાળકો, મહિલાઓ તેમજ પુરુષ ઉત્પાદનોની વિશાળ શ્રેણી સાથે ખરીદીનો આનંદ માણી શકશો.

    આ પણ વાંચોઃ  સોનું ચાંદીમાં ઘટાડો યથાવત, ચાંદી 55 હજાર નીચે પહોંચી ગયું

    75000 વગ્ર ફુટમાં વિસ્તરેલું છે સ્ટોર


    આ વિસ્તારમાં આ પ્રકારનું પહેલુ સ્ટોર છે, જે 75,000 વર્ગ ફુટમાં ફેલાયેલું છે. ઓપનિંગના સમયે આ સ્ટોર પર ખરીદદારોને ઘણી ઓફરો પણ મળી રહી છે. સ્ટોર ઉદ્ધાટનના પ્રસંગે 3999 રુપિયાની ખરીદી પર 1500 રૂપિયા અને 4999 રૂપિયા કે તેનાથી વધારે ખરીદી પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યુ છે.


    રિલાયન્સ રિટેલ લિમિટેડના વિશે જાણો


    આ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની પેટાકંપની છે. નાણાકીય વર્ષ 2021-22માં રિલાયન્સ રિટેલનું કોન્સોલિડેટેડ ટર્નઓવર 199,704 કરોડ રૂપિયા રહ્યુ હતું. જ્યારે, કંપનીનું નેટ પ્રોફિટ 7,055 કરોડ રૂપિયા હતું. રિલાયન્સ રિટેલ ભારતની સૌથી વધારે લાભ મેળવનારી રિટેલ ચેન છે. ડેલૉયટના ગ્લોબલ પાવર્સ ઑફ રિટેલિંગ ઈન્ડેક્સ 2022માં આ તેણે દુનિયાની સૌથી ઝડપથી વધતી રિટેલ ચેનના રૂપમાં જગ્યા બનાવી છે.

    (ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Fashion, Reliance Retail

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन