ફ્યૂચર ગ્રુપના ચીફ કિશોર બિયાણીએ કહ્યુ- 8 વાર આજીજી કરવા છતાંય અમેઝોને અમારી મદદ નહોતી કરી

કિશોર બિયાણીએ અમઝોન પર આક્ષેપ કર્યો કે તે કંપની વધુ નુકસાની જાય તેવું ઈચ્છતી હતી, RILને ગણાવી તારણહાર

કિશોર બિયાણીએ અમઝોન પર આક્ષેપ કર્યો કે તે કંપની વધુ નુકસાની જાય તેવું ઈચ્છતી હતી, RILને ગણાવી તારણહાર

 • Share this:
  નવી દિલ્હીઃ ફ્યૂચર ગ્રુપ (Future Group)ના CEO કિશોરી બિયાણી (Kishore Biyani)એ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફ્યૂચર ગ્રુપને જ્યારે મદદની જરૂર હતી ત્યારે અમેઝોન (Amazon)એ તેમની મદદ નહોતી કરી. અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી કંપની અમેઝોન હાલમાં ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલ (Reliance Retail)ની ડિલમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.

  ‘ઇકોનોમિક્સ ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્યૂચર ગ્રુપના CEOએ જણાવ્યું કે, કંપનીની આર્થિક મુશ્કેલીઓ વિશે અમેઝોન સાથે 8 વાર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી મદદનો કોઈ હાથ લંબાવવામાં આવ્યો નહીં. કિશોર બિયાણીએ આ ઉપરાંત કહ્યું કે, અમેઝોન ઈચ્છતી હતી કે ફ્યૂચર ગ્રુપ નુકસાનીમાં જાય.

  નોંધનીય છે કે, કિશોર બિયાણીએ રિલાયન્સ રિટેલને તારણહાર કહી છે, જેણે મુશ્કેલીમાં સમયમાં કંપની સાથે મોટી ડીલ કરી છે. બીજી બાજુ અમેઝોન દ્વારા રિલાયન્સ રિટેલ-ફ્યૂચર ગ્રુપની ડીલને વચ્ચે કાયદાકીય અડચણો ઊભી કરવામાં આવી રહી છે. બિયાણીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમેઝોન ઈચ્છતું હતું કે ફ્યૂચર ગ્રુપ ફડચામાં આવી જાય.

  બિયાણીએ કહ્યું કે,  એગ્રીમેન્ટ મુજબ, અમેઝોન અમને એફિલિએટ્સ કે નાણાકીય સંસ્થાન દ્વારા લોનના માધ્યમથી ફંડ પૂરું પાડી શકતી હતી. પરંતુ એગ્રીમેન્ટની શરતો અને અમારી વિનંતી છતાંય તેઓએ આવું ન કર્યું. બિયાણીએ એવું પણ કહ્યું કે રિલાયન્સની સાથે આ ડીલ કંપનીને બચાવવા માટે હતી. તેઓએ પોતાની સંપત્તિ વધારવા કે રિટેલ લેગસીને ચાલુ રાખવા માટે આ ડીલ નહોતી કરી.

  આ પણ વાંચો, ઈન્ડિયન રેલવે આપી રહી છે કમાણીની તક, શરૂ કરો આ બિઝનેસ અને થઈ જાઓ માલામાલ!

  ET સાથેના ઇન્ટરવ્યૂમાં કિશોર બિયાણીએ કહ્યું કે, અમે અમેઝોન સાથે ચાર-પાંચ ઇન્વેસ્ટરોનો સંપર્ક કરાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અમેઝોન તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહોતો મળ્યો. તેમનો ઉદ્દેશ્ય અમને માત્ર નુકસાન પહોંચાડવાનો હતો. અમેઝોન ઈચ્છતું હતું કે ફ્યૂચર ગ્રુપના તમામ કર્મચારી, સપ્લાયર્સ, વેન્ડર્સ અને આર્થિક સહાય પૂરી પાડનારા મુશ્કેલીમાં મૂકાય અને કંપની મોટા આર્થિક સંકડામણમાં આવી જાય.

  આ પણ વાંચો, નવો સ્માર્ટફોન ખરીદ્યા બાદ ભૂલ્યા વગર બદલો આ 4 Settings, હંમેશા રહેશો ફાયદામાં

  ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ના સંકટ બાદ ફ્યૂચર ગ્રુપને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યારબાદ કિશોર બિયાણીએ પોતાના રિટેલ સ્ટોર્સ, વેરહાઉસ અને લોજિસ્ટિક બિઝનેસને વેચવા માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે 24,713 કરોડ રૂપિયાની ડીલ કરી હતી.

  ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
  Published by:Mrunal Bhojak
  First published: