Home /News /business /

રિલાયન્સ રિટેલે 950 કરોડ રૂપિયામાં લોન્જરી રિટેલર Cloviaમાં 89% ભાગીદારી ખરીદી

રિલાયન્સ રિટેલે 950 કરોડ રૂપિયામાં લોન્જરી રિટેલર Cloviaમાં 89% ભાગીદારી ખરીદી

રિલાયન્સ રિટેલ (ફાઇલ તસવીર)

Reliance retail: પંકજ વર્માની, નેહા કાંત અને સુમન ચૌધરીએ વર્ષ 2013માં ક્લોવિયાની શરૂઆત કરી હતી. ક્લોવિયા મહિલાઓ માટે ઇનર વિયર અને લાઉન્જ વિયરમાં ભારતની અગ્રણી બ્રિજ-ટૂ-પ્રીમિયમ ડી2સી બ્રાન્ડ છે.

    મુંબઇ. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિડેટ (Reliance Retail Ventures Limited (RRVL) તરફથી રવિવારે 950 કરોડ રૂપિયાના રોકાણ સાથે બ્રિજ ટૂ પ્રીમિયમ ઇન્ટિમેટ વિયર કેટેગરીમાં ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની ક્લોવિયા (Clovia)માં 89 ટકા ઇક્વિટી ભાગીદારી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RRVL, ક્લોવિયા બિઝનેસની માલિકી અને સંચાલન કરતી કંપની પર્પલ પાન્ડા ફેશન્સ (Purple Panda Fashions)માં ભાગીદારી ખરીદશે. આ લેવડ-દેવડ સેકન્ડરી સ્ટેક પર્ચેસ અને પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે.

    જેમાં કહેવામાં આવ્યું છે કે સંસ્થાપક ટીમ અને મેનેજમેન્ટ આ કંપનીના બાકીના હિસ્સાની માલિક રહેશે. રિલાયન્સ રિટેલે પહેલા જ ઝિવામ (Zivame) અને અમાન્ટે (Amante) બ્રાન્ડ્સની ખરીદી કરી છે. હવે આ કંપનીમાં ભાગીદારી ખરીદ્યા બાદ RRVL ઇનર વિયર સેગમેન્ટમાં પોતાનો પોર્ટફોલિયો વધારે મજબૂત કરશે.

    ક્લોવિયાની સ્થાપના


    પંકજ વર્માની, નેહા કાંત અને સુમન ચૌધરીએ વર્ષ 2013માં ક્લોવિયાની શરૂઆત કરી હતી. ક્લોવિયા મહિલાઓ માટે ઇનર વિયર અને લાઉન્જ વિયરમાં ભારતની અગ્રણી બ્રિજ-ટૂ-પ્રીમિયમ ડી2સી બ્રાન્ડ છે. તેમની પાસે ઇન્ટિમેટ વિયર સ્પેસમાં એક મજબૂત ગ્રાહક બેસ છે. કંપની ગ્રાહકો માટે ખૂબ સારી ડિઝાઈન અને સ્ટાઇલિસ્ટ ઇન્ટિમેન્ટ વિયર રજૂ કરે છે.

    આ સોદા પર ટિપ્પણી કરતા આરઆરવીએલનાં ડિરેક્ટર ઈશા અંબાણી (RRVL Director Isha Ambani)એ જણાવ્યું કે, "રિલાયન્સ હંમેશા વિકલ્પો વધારવા અને ગ્રાહકોને સર્વોત્તમ મૂલ્ય આપવા માટે સૌથી આગળ રહી છે. અમે અમારા પોર્ટફોલિયોમાં સ્ટાઇલ, ગુણવત્તા અને ડિઝાઈનના નેતૃત્વવાળા ઇન્ટિમેટ વીયર બ્રાન્ડ ક્લોવિયાને સામેલ કરીને ખુશ છીએ. અમે આ બિઝનેસને વધારે ઊંચાઈ પર લઈ જવા માટે ક્લોવિયાના મજબૂત મેનેજમેન્ટ સાથે મળીને કામ કરીશું."

    આ પણ વાંચો: રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે લિથિયમ વર્ક્સની અસ્કયામતો હસ્તગત કરી

    ક્લોવિયાના સંસ્થાપક અને સીઈઓ પંકજ વર્માનીએ કહ્યુ કે, "ક્લોવિયા રિલાયન્સ પરિવારનો હિસ્સો બનવા માટે ઉત્સુક છે. આ ભાગીદારીથી અમને રિલાયન્સ કંપનીના સ્કેલ અને રિટેલમાં કંપનીની મહારથનો લાભ મળશે, જેનાથી બ્રાન્ડનો વિસ્તાર કરીશું. આ સાથે જ અમે સાથે મળીને ઇન્ટિમેટ વિયર કેટેગરીમાં વિશ્વ કક્ષાની ગુણવત્તા, ડિઝાઈન અને ફેશનથી ભરપૂર પ્રોડક્ટ્સ ખૂબ સારા ભાવ સાથે રજૂ કરીશું. અમે ક્લોવિયાને આ કેટેગરીમાં સૌથી પસંદગીની બ્રાન્ડ બનાવવાની આશા રાખીએ છીએ."

    (ડિસ્ક્લેમર: નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ પર સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટનો માલિકી હક્ક છે. જેની બેનિફિશિયરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Business, Investment, રિલાયન્સ

    આગામી સમાચાર