Home /News /business /Reliance GAP Store: રિલાયન્સ રિટેલે મુંબઈમાં GAP સ્ટોર ખોલ્યો, ભારતનો પ્રથમ ફ્રી-સ્ટેન્ડિંગ શોરૂમ

Reliance GAP Store: રિલાયન્સ રિટેલે મુંબઈમાં GAP સ્ટોર ખોલ્યો, ભારતનો પ્રથમ ફ્રી-સ્ટેન્ડિંગ શોરૂમ

રિલાયન્સ રિટેલ એ ભારતમાં તમામ ચેનલોમાં GAP માટે સત્તાવાર રિટેલર છે.

Reliance Retail GAP Store: રિલાયન્સ રિટેલે ઈન્ફિનિટી મોલ, મલાડ, મુંબઈ ખાતે ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ GAP સ્ટોર ખોલવાની જાહેરાત કરી છે.

Reliance Retail GAP Store: રિલાયન્સ રિટેલે મુંબઈમાં પ્રખ્યાત અમેરિકન બ્રાન્ડ GAPનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોર ખોલ્યો છે. આ સ્ટોર સાથે તેણે પોતાનો બિઝનેસ વિસ્તારવાનું શરૂ કર્યું છે. રિલાયન્સ રિટેલે ઈન્ફિનિટી મોલ, મલાડ, મુંબઈ ખાતે ભારતનો પ્રથમ ફ્રીસ્ટેન્ડિંગ ગેપ સ્ટોર ખોલ્યો છે. રિલાયન્સ રિટેલ એ ભારતમાં તમામ ચેનલોમાં GAP માટે સત્તાવાર રિટેલર છે. આ ગેપ સ્ટોરનું લોન્ચિંગ રિલાયન્સ રિટેલ અને ગેપ વચ્ચેની લાંબા ગાળાની ભાગીદારીમાં એક સીમાચિહ્નરૂપ છે.

લોન્ચિંગના બીજા તબક્કાની શરૂઆત


ગયા વર્ષથી આજ સુધી 50 થી વધુ GAP શોપ-ઇન-શોપ્સ ખોલ્યા પછી, રિલાયન્સે હવે ઇન્ફિનિટી મોલમાં નવો GAP સ્ટોર ખોલીને બીજા તબક્કાની શરૂઆત કરી છે. ભારતમાં તેની હાજરી વધારવા માટે, આગામી સમયમાં, GAP સમગ્ર દેશમાં ફ્રીસ્ટેન્ડિંગ સ્ટોર્સની શ્રેણીને આગળ ધપાવશે. GAP ઇન્ફિનિટી મોલમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે ડેનિમ, લોગો પ્રોડક્ટ્સ, ખાકી અને અન્ય પ્રોડક્ટ્સ જોવા મળશે.

આ પણ વાંચો:શું હોય છે અલ નીનો? શેર બજાર અને સામાન્ય માણસ પર શું અસર પડી શકે! NOAA જાહેર કર્યો રિપોર્ટ

ભારતમાં GAP ના પ્રથમ સ્ટોરના ઉદ્ઘાટન પર, અખિલેશ પ્રસાદ, ફેશન અને લાઇફસ્ટાઇલ, રિલાયન્સ રિટેલ લિમિટેડના પ્રમુખ અને સીઇઓ જણાવ્યું હતું કે, “અમે GAP ને ભારતમાં પાછા લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. નવા GAP સ્ટોર્સની મુલાકાત લેવા પર, ગ્રાહકોને માત્ર એક તદ્દન નવી રિટેલ ઓળખ જ નહીં, પરંતુ સ્માર્ટ ટ્રાયલ રૂમ, એક્સપ્રેસ ચેક્સ અને વધુ સારી કિંમતની દરખાસ્તોનો અનુભવ પણ મળશે."

આ પણ વાંચો:અદાણી બાદ વધુ એક અબજોપતિથી નારાજ થયા 'ધન લક્ષ્મી'! અબજો રૂપિયા સ્વાહા

ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલ


રિલાયન્સ રિટેલ એ ભારતની સૌથી મોટી રિટેલર છે, જેમાં મજબૂત ઓમનીચેનલ રિટેલ નેટવર્ક ઑપરેશન્સ અને ઉન્નત સ્થાનિક ઉત્પાદન અને સોર્સિંગ ક્ષમતાઓ છે. રિલાયન્સ રિટેલ તેની GAP સાથેની ભાગીદારી દ્વારા ભારતમાં ગ્રાહકોને વિશિષ્ટ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટિ-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ દ્વારા GAP શોપિંગનો અનુભવ આપશે.



(ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
First published:

Tags: Business news, Reliance Retail

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો