Home /News /business /રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ ઈન્ડિયામાં ખરીદી 100% ભાગીદારી, રૂ.2850 કરોડમાં કરવામાં આવ્યો સોદો
રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ ઈન્ડિયામાં ખરીદી 100% ભાગીદારી, રૂ.2850 કરોડમાં કરવામાં આવ્યો સોદો
રિલાયન્સ રિટેલે ખરીદી આ નામી કંપની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 22 ડિસેમ્બરે મેટ્રો કેશ ઈન્ડિયા કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં 100 ઈક્વિટી ભાગીદારી હસ્તગત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ 2850 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે 22 ડિસેમ્બરે મેટ્રો કેશ ઈન્ડિયા કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં 100 ઈક્વિટી ભાગીદારી હસ્તગત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ 2850 કરોડ રૂપિયામાં કરવામાં આવી છે. જાણકારી અનુસાર, મેટ્રો કેશ એન્ડ કેરી ‘મેટ્રો ઈન્ડિયા’ બ્રાન્ડ હેઠળ કારોબાર કરે છે.
મેટ્રો ઈન્ડિયાએ 2003માં કરી હતી બિઝનેસની શરૂઆત
મેટ્રો ઈન્ડિયાએ 2003માં દેશમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. ભારતમાં તે કેશ એન્ડ બેરી બિઝનેસ ફોર્મેટ પર બિઝનેસ શરૂ કરનારી પ્રથમ કંપની હતી. આ સમયે કંપની 3500 કર્મચારીઓ સાથે 21 શહેરોમાં 31 લાર્જ ફોર્મેટ સ્ટોર ચલાવતી હતી. આ મલ્ટી-ચેનલ B2B કેશ એન્ડ કેરી હોલસેલર ભારતમાં 30થી વધારે બી2બી ગ્રાહકો સુધી પહોંચી છે. તેમાંથી 10 લાખ ગ્રાહક એવા છે જે તેમના સ્ટોર નેટવર્ક અને eB2Bએક દ્વારા નિયમિત ખરીદી કરે છે.
મેટ્રો ઈન્ડિયા કરિયાણું અને બીજા નાના વ્યવસાયિકો અને બિઝનેસમેનને તેમની સેવા પ્રદાન કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં કંપનીએ 7700 કરોડ રૂપિયાનું વેચાણ કર્યુ હતું. તે ભારતમાં બજારમાં બિઝનેસ શરૂ કર્યા પછી હજુ સુધી કંપનીએ સર્વશ્રેષ્ઠ વેચાણ કર્યુ છે.
રિલાયન્સ રિટેલની માર્કેટ પેનિટ્રેશન વધશે
આ અધિગ્રહણ દ્વારા રિલાયન્સ રિટેલે તમામ દિકાનદારો અને રિટેલ અને સંસ્થાગત રોકાણકારો માટે એક વિસ્તૃત નેટવર્ક સુધી પોતાની એક મજબૂત વિતરણ ચેનલ બનાવવા સમય મળશે. તેનાથી કંપની પોતાની એક મજબૂત ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનાવી શકશે. આ અધિગ્રહણથી રિલાયન્સ રિટેલના સ્ટોરોની સંખ્યા તો વધશે જ પણ સાથે સાથે કંપની મેટ્રો ઈન્ડિયાના સપ્લાય ચેઈન નેટવર્ક અને ટેકનોલોજી પ્લેટફોર્મનો ફાયદો ઉઠાવતા પોતાના ગ્રાહક અને નાના વ્યવસાયિકોને સારી સેવાઓ આપી શકશે.
જાણકારી અનુસાર, મેટ્રો કેશ એન્ડ કેરીના મર્ચેન્ટ બેંકર જેપી મોર્ગન અને ગોલ્ડમેન સેક્સએ કંપનીના કારોબારની વેલ્યૂ લગભગ 1 અબજ ડોલર અંદાજી હતી. થાઈલેન્ડની સૌથી મોટી કંપની Charoen Pokphand ગ્રુપે પણ મેટ્રો કેશ એન્ડ કેરીને ખરીદવામાં રસ દાખવ્યો હતો. પરંતુ પછી તેઓ પાછળ હટી ગઈ. સીપીના પાછળ હટ્યા બાદ રિલાયન્સ જ જર્મન કંપનીના ભારતીય કારોબારની ખરીદીની રેસમાં રહી ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર