Reliance Q1 Result: દેવું ઘટવાને કારણે વ્યાજ ખર્ચમાં 50 ટકાનો ઘટાડો, પેટ્રોલિયમ અને જીઓથી મળી મજબૂતી

ફાઈલ તસવીર

Reliance Q1 Result માર્કેટ કેપની દ્રષ્ટએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈડસ્ટ્રીઝે તેના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે.

  • Share this:
    નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે નાણાકીય વર્ષ 2021-22ના 30 જૂનને પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના નાણાકીય પરિણામો શુક્રવારે જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કંપનીની કન્સોલિડેટેડ આવકમાં 58.6 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે. કંપની દ્વારા કરાયેલા દેવામાં ઘટાડાને કારણે વ્યાજ ખર્ચમાં 50 ટકાનો ઘટાડો થયો છે.

    શેર માર્કેટને મોકલવામાં આવેલી માહિતી અનુસાર, ગયા વર્ષની પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની એકત્રીત આવક 88253 કરોડ હતી. માર્કેટ કેપના સંદર્ભમાં, ત્રિમાસિક ધોરણે દેશની સૌથી મોટી કંપનીનો એકીકૃત નફો 7.2 ટકા ઘટીને 12273 કરોડ રૂપિયા રહ્યો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2020-21ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કંપનીનો નફો 13223 કરોડ હતો. જ્યારે પાછલા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત નફો 13227 કરોડ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પરિણામો અંગે બોલતા કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ગંભીર પડકારો હોવા છતાં, પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. કંપનીના પોર્ટફોલિયોએ પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત પરિણામ દર્શાવ્યા છે. લોકડાઉનને કારણે કંપનીના છૂટક વ્યવસાય પર વિપરિત અસર પડી છે. તેમ છતાં, કંપનીએ નાના ઉદ્યોગો અને ગ્રાહકો સાથે તેના ભાગીદારીના પ્રયત્નોને વેગ આપ્યો છે. આગળ, કંપનીના છૂટક વ્યવસાયમાં મજબૂત વૃદ્ધિ જોવાશે.

    રિટેલ માર્કેટની આવકમાં આ વર્ષે 21.9% વૃદ્ધિ

    જૂનના ક્વાર્ટરમાં કંપનીના છૂટક વ્યવસાયની આવક વાર્ષિક ધોરણે 21.9 ટકા વધીને 38,563 કરોડ રૂપિયા થઈ છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે 31,633 કરોડ રૂપિયા હતી. કંપનીના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીના છૂટક વ્યવસાયનો ઇબીઆઇટીડીએ પાછલા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 1,088 કરોડ રૂપિયાથી વધીને 1,953 કરોડ થયો છે. તે જ સમયે, આ સેગમેન્ટનું ઇબીઆઇટીડીએ માર્જિન એક વર્ષ દર વર્ષના આધારે 3.4 ટકાથી વધીને 5.1 ટકા થયું છે.

    આ પણ વાંચો: Zomatoના CEOને જમવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતા એક અલગ આઈડિયા આવ્યો

    ત્રિમાસિક ધોરણે કમાણી 6.4 ટકા ઘટી

    પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કન્સોલિડેટેડ આવક ત્રિમાસિક ધોરણે 6.4 ટકા ઘટીને 1.40 લાખ કરોડ થઈ છે. છેલ્લા ત્રિમાસિક ગાળામાં તે 1.49 લાખ કરોડ રૂપિયા હતું. ક્વાર્ટર ધોરણે કંપનીનું કન્સોલિડેટેડ ઇબીટડાએ 23351 કરોડ રૂપિયાથી વધીને 23368 કરોડ રૂપિયા થયું છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2020-21 ના ​​પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કંપનીનું ઇબીટડા 16875 કરોડ હતું. કંપનીનું એકીકૃત ઇબીટડાએ માર્જિન પ્રથમ ક્વાર્ટરમાં 15.6 ટકાથી વધીને 16.7 ટકા થયું છે. જે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં 19.1 ટકા હતું.

    આ પણ વાંચો: તમે પણ બની શકો છો કરોડપતિ, બસ આમાંથી ઉકેલો ગણિતનું કોઈપણ સમીકરણ

    રિલાયન્સ જિઓની આવક 17,994 કરોડ

    પ્રથમ ત્રિમાસીકમાં જિઓનો નફો 3,501 કરોડ રૂપિયા અને આવક રૂપિયા 17,994 કરોડ હતી. કંપનીનું EBITDA Margin 47.89 ટકા રહ્યું છે. પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ જિઓની ARPU(ગ્રાહક દીઠ સરેરાશ કમાણી) ત્રિમાસિક ધોરણે 0.1 ટકાના વધારા સાથે 138.40 રૂપિયા રહી છે. રિલાયન્સ જિઓના ગ્રાહકોના વધારામાં ત્રિમાસિક ધોરણે 4.4 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે.

    આ પણ વાંચો: અમદાવાદઃ Gold-Silverના ભાવમાં સામાન્ય તેજી, ફટાફટ જાણો આજના નવા ભાવ

    પેટ્રોકેમિકલની આવકમાં 2.1 ટકાનો વધારો થયો છે

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોકેમિકલ બિઝનેસમાં EBIT Margin અગાઉના ક્વાર્ટરમાં 9.1 ટકાથી વધીને 10.1 ટકા થઈ ગયું છે. પેટ્રોકેમિકલ બિઝનેસ EBIT ત્રિમાસિક ધોરણે 13.3 ટકાના વધારા સાથે 10,394 કરોડ રૂપિયા રહ્યો છે. જે અગાઉના ત્રિમાસિક ગાળામાં 9,177 કરોડ રૂપિયા હતું. તે જ સમયે, પ્રથમ ક્વાર્ટરમાં આ સેગમેન્ટમાં આવક ત્રિમાસિક ધોરણે 2.1 ટકા વધીને રૂ. 1.03 લાખ કરોડ થઈ છે. જે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 1.01 લાખ કરોડ હતું.
    Published by:kuldipsinh barot
    First published: