રિલાયન્સે અમેરિકન પ્રતિબંધો કે નીતિઓનો ભંગ કર્યાના અહેવાલ નકાર્યા
News18 Gujarati Updated: April 20, 2019, 6:22 PM IST

પ્રતિકાત્મક તસવીર
- News18 Gujarati
- Last Updated: April 20, 2019, 6:22 PM IST
રિલાયન્સ ત્રાહિત પક્ષકારના માધ્યમથી પી.ડી.વી.એસ.એ.ને ઓઇલના પૂરવઠા માટે રોકડમાં ચૂકવણી કરવાની વ્યવસ્થામાં સંકળાયેલી હોવાનું સૂચન કરતા અખબારી અહેવાલો ખોટા અને બિનજવાબદાર છે.
રિલાયન્સે વેલેઝુએલન ક્રૂડ ઓઇલ રોઝનેફ્ટ જેવી કંપનીઓ પાસેથી અમેરિકન પ્રતિબંધો લદાયા તે પહેલાં ખરીદ્યું હતું, કારણ કે તેઓ અગાઉના દેવાને ઓછું કરવાના ભાગરૂપે થોડા પ્રમાણમાં વેનેઝુએલન ક્રૂડ મેળવે છે. પ્રતિબંધો લાદવામાં આવ્યા છે ત્યારથી રિલાયન્સે આ પ્રકારની ખરીદી યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ (યુ.એસ.ડી.ઓ.એસ.)ની સંપૂર્ણ જાણકારી અને મંજૂરીથી કરી છે અને રિલાયન્સે યુ.એસ.ડી.ઓ.એસ.ને સંબંધિત જથ્થા અને વ્યવહારની જાણકારી આપી છે. આ પ્રકારના સોદાઓ પી.ડી.વી.એસ.એ.ને કોઇપણ પ્રકારની ચૂકવણી તરફ દોરી જતા નથી કે અમેરિકન પ્રતિબંધો કે નીતિઓનો ભંગ કરતા નથી.
આ પ્રકારના વેચાણકારો સાથેનો રિલાયન્સનો મૂલ્ય કરાર બજારની શરતોને આધારીત છે અને આ પ્રકારના પૂરવઠાની સામે રિલાયન્સ દ્વારા કરવામાં આવતી ચૂકવણી રોકડમાં કે પછી રિલાયન્સ અને આ પ્રકારના વેચાણકારો વચ્ચેના દ્વી-પક્ષીય ઉત્પાદન પૂરવઠા દ્વારા કરવામાં આવે છે. એ સૂચન કરવું ખોટું છે કે રિલાયન્સ રોઝનેફ્ટના માધ્યમથી આ પ્રકારના શીપમેન્ટ પી.ડી.વી.એસ.એ. સાથે પાર પાડે છે. આ સોદાઓમાં, પી.ડી.વી.એસ.એ. માત્ર મૂળ ભૌતિક પૂરવઠાકાર છે, કારણ કે ક્રૂડ ઓઇલ તેની નિકાસ સુવિધાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે.

Loading...