રિલાયન્સે રૂ.1.3 કરોડમાં મીડિયા સ્ટાર્ટઅપ NEWJની ખરીદી ભાગીદારી

મુકેશ અંબાણીની કંપની RIIHLએ વધુ એક મીડિયા સ્ટાર્ટઅપમાં ખરીદી ભાગીદારી

મુકેશ અંબાણીની કંપની RIIHLએ વધુ એક મીડિયા સ્ટાર્ટઅપમાં ખરીદી ભાગીદારી

  • Share this:
    નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપનીએ 1.3 કરોડ રૂપિયાના શરૂઆતના રોકાણ સાથે મીડિયા સ્ટાર્ટઅપ ન્યૂ ઇમજિંગ વર્લ્ડ ઓફ જનાલિઝમ (NEWJ)માં પૂરતી ભાગીદારી મેળવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સહાયક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટેમેન્ટ એન્ડ હોલ્ડિંગ લિમિટેડ (RIIHL) દ્વારા આ ડીલ કરવામાં આવી છે. તેનાથી રિલાયન્સ કંપનીની NEWJના 30 હજાર ઇક્વીટી શેર અને 125 કંપલસરી કન્વર્ટિબલ ડિબેન્ચરની ભાગીદારી થઈ ગઈ છે.

    RILએ કહ્યું કે, વીડિયો કન્ટેન્ટ બજારમાં હાલ આવેલી ડિમાન્ડને ભારતમાં ઇનોવેટીવ વિજ્યુલ સ્ટોરીટેલિંગમાં મોટો અવસર પ્રદાન કરશે. કંપની સામાજિક અને ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં ગુણવત્તાપૂર્ણ કન્ટેન્ટની આ વધતી ડિમાન્ડને પૂરો કરવાનો લક્ષ્ય રાખે છે. એવું પણ કહેવામાં આવે છે કે NEWJએ એક ડિસ્ટ્રીબ્યૂટેડ કન્ટેન્ટ મોડલ તૈયાર કર્યું છે જે ડેટા સંચાલિત અને ટેકનીકલ કેન્દ્રીય દૃષ્ટિકોણની સાથે તેના તાલમેલમાં ઉપયોગ કરશે.

    યુવાઓએ મળીને શરૂ કરી હતી ટેક સ્ટાર્ટઅપ

    RIIHLએ નિયામકને આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે 1.3 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. NEWJ એક ટેક મીડિયા સ્ટાર્ટઅપ છે, જે યુવાઓએ માટે સ્માર્ટફોન સાથે જોડાયેલા વીડિયો કન્ટેન્ટ બનાવવાનું કામ કરે છે. તેનો મુખ્ય ફોકસ ટેક પર હોય છે. રિલાયન્સે માર્કેટમાં વીડિયો કન્ટેન્ટની ભારે ડિમાન્ડને ધ્યાનમાં લેતા આ સમજૂતી કરી છે. આ સ્ટાર્ટઅપને સલભ ઉપાધ્યાયે કેટલાક યુવાઓ સાથે મળી શરૂ કર્યું હતું.
    Published by:Mrunal Bhojak
    First published: