રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરની ક્લબમાં, ઇતિહાસ રચવાવાળી ભારતની બીજી કંપની
News18 Gujarati
Updated: July 12, 2018, 3:14 PM IST
News18 Gujarati
Updated: July 12, 2018, 3:14 PM IST
મુકેશ અંબાણીએ 5 જુલાઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની વાર્ષિક સામાન્ય સભામાં ફક્ત નવી જાહેરાતો કરી સામાન્ય જનતાને ખુશ નહોતી કરી દીધી, એની સાથે સાથે કંપનીના શેરના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો.
ત્યાર બાદ સતત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેરના ભાવમાં વધારો નોંધાતો ગયો હતો. આ કારણે ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપના મામલામાં 100 અબજ ડોલર (રૂ.6.93 લાખ કરોડ)ની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. TCS પછી આવું સાહસ કરવાવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની બીજી કંપની બની છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની AGM પછી સતત આ કંપનીના શેરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ સેન્સેક્સમાં કંપનીના શેરના ભાવમાં 5 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. નિફટી-50 પર પણ આ શેર સારું પ્રદર્શન કરી રહ્યો છે. અહીં પણ હાલમાં કંપનીના શેરના ભાવમાં 5.49 ટકાનો વધારો નોંધાયો છે.
સેન્સેક્સ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ 100 અબજ બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલાં આવું સાહસ ટીસીએસ દ્વારા કરવામાં આવ્યું હતું છે. એપ્રિલ મહિનામાં TCSએ ઇતિહાસ રચ્યો હતો. એની સાથે માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતમાં TCS આ ક્લબમાં સામેલ થનારી પ્રથમ કંપની બની હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ જ મહિનાના આરંભમાં એની વાર્ષિક સામાન્ય સભામાં ઘણી મહત્ત્વની જાહેરાતો કરી હતી.. આમાં ફોન JIO-2 અને ગીગાફાઇબર લાવવા સહિતની અનેક જાહેરાતો કરી હતી. AGM પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં સતત ઉછાળો નોંધાવાનું ચાલુ જ છે.

Loading...