રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જીની મોટી જાહેરાત, અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની Ambri Incમાં કરશે 50 મિલિયન ડૉલરનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

RNESL Ambri Inc Deal: રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ અને એમબ્રી ભારતમાં મોટાપાયે બેટરી મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવા અંગે પણ વિચારી રહ્યા છે

  • Share this:
    નવી દિલ્હી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)ની પૂર્ણ માલિકી ધરાવતી કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (Reliance New Energy Solar Ltd- RNESL)પોતાના સ્ટ્રેટજિક ઇન્વેસ્ટર્સ પોલસન એન્ડ કંપની ઇન્ક. (Paulson & Co. Inc) તથા બિલ ગેટ્સ (Bill Gates) ઉપરાંત અન્ય રોકાણકારોએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું છે કે, તેઓ અમેરિકાની એનર્જી સ્ટોરેજ કંપની (energy storage company) એમબ્રી ઇન્ક (Ambri Inc)માં 144 મિલિયન ડૉલરનું રોકાણ કરશે. આમાં ખાસ કરીને રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ એમબ્રીમાં 50 મિલિયન ડૉલરનું રોકાણ કરશે જેનાથી કંપનીને 42.3 મિલિયન શૅર્સ મળશે.

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝએ રેગ્યૂલેટરી ઓથોરિટીને જણાવ્યું કે, આ મહત્ત્વના રોકાણ કંપનીને વૈશ્વિક સ્તરે લાંબા ગાળાના એનર્જી સ્ટોરેજ બિઝનેસને વધારવામાં મદદરૂપ થશે.

    રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ અને એમબ્રી ભારતમાં મોટાપાયે બેટરી મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી ઊભી કરવા અંગે પણ વિચારી રહ્યા છે. આ સુવિધા ઊભી થવાથી રિલાયન્સના ગ્રીન એનર્જી પહેલના ખર્ચને ઘટાડવામાં મદદ મળશે.

    નોંધનીય છે કે, જૂન મહિનામાં અયોજિત રિલાયન્સની AGMમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ પ્રોજેક્ટ (Dhirubhai Ambani Green Energy Giga Complex project) અંતર્ગત કંપની જામનગર (Jamnagar)માં ઇન્ટરમિડીએડ એનર્જીના સંઘર્ષ માટે ગીગા ફેક્ટરીનું નિર્માણ કરશે.

    અમેરિકાની એમબ્રી 10 MWhથી 2GWhના એનર્જી સ્ટોરેજ સિસ્ટમના પ્રોજેક્ટ જરૂરિયાતની પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે.

    આ પણ વાંચો, JioMart Digital: રિલાયન્સની નવી પહેલથી અમેઝોન-ફ્લિપકાર્ટનું આધિપત્ય થશે ખતમ

    કંપની કેલ્શિયમ અને એન્ટીમની ઇલેક્ટ્રોડ આધારિત સેલ્સ અને કન્ટેનરાઇઝ્ડ સિસ્ટમનું નિર્માણ કરશે જે આર્થિર રીતે પોસાય તેવા હશે. આ ઉપરાંત લિથિયમ-આયન બેટરી જે ક્લાઇમેટ કન્ડિશનમાં સુરક્ષિત રીતે ઓપરેટ કરી શકશે જેમાં એર કન્ડિશનિંગની જરૂર નહીં રહે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેના દ્વારા 20 વર્ષ મિનિમમ ડિગ્રેડેશન રહેશે.

    (Disclaimer- નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઇટનું સંચાલન કરે છે, જે ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ દ્વારા નિયંત્રિત છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એકમાત્ર લાભાર્થી છે.)
    Published by:Mrunal Bhojak
    First published: