Home /News /business /

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે Nexwafeમાં કર્યું રોકાણ, PV સેલના ઉત્પાદન માટે ઓછી ખર્ચવાળી ટેક્નોલોજીનો થશે ઉપયોગ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે Nexwafeમાં કર્યું રોકાણ, PV સેલના ઉત્પાદન માટે ઓછી ખર્ચવાળી ટેક્નોલોજીનો થશે ઉપયોગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

RILનું વર્ષ 2030 સુધી 100GW રિન્યુએબલ એનર્જી (અથવા રાષ્ટ્રીય ટાર્ગેટનો 22 ટકા) ઉત્પન્ન કરવા માટે નિર્ધારિત ટાર્ગેટને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વનું એક પગલું છે.

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ની સંપૂર્ણ માલિકીવાળી સહાયક કંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર (RNESL) જર્મનીના નેક્સવેફ GmbHમાં 25 મિલિયન યૂરો ($29 મિલિયન)નું રોકાણ કરશે. RNESL જર્મન કંપનીના 39 મિલિયન યૂરોની સીરિઝ C ફાઈનાન્સિંગ રાઉન્ડ માટે રણનૈતિક રોકાણકાર હશે. આ અંગે કંપનીએ 12 ઓક્ટોબરના રોજ નિવેદન આપ્યું છે કે, RILએ NexWafe સાથે એક એગ્રીમેન્ટ કર્યું છે, જે હાઈ એફિશિયન્સી મોનોક્રિસ્ટલાઈન સિલિકોન વેફર્સનું ઉત્પાદન કરે છે અને જેના 86,887 સીરિઝ C પ્રેફર્ડ શેરોને 287.73 યૂરોમાં ખરીદવામાં આવ્યા છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, RNESLને 36,201 વોરંટ જાહેર કરશે, જે કરારની સિદ્ધિ માટે પ્રત્યેક 1 યુરોની રકમ માટે ઉપયોગ કરી શકાશે.

NexWafe પાસે એક પ્રોપ્રાઈટરી ટેકનોલોજી છે, જે ફોટોવોલ્ટેઈક (PV) સેલ્સને ઉત્પાદન કરવાના ખર્ચને ઓછો કરી શકે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે, કે ‘સોલર ફોટોવોલ્ટેઈક્સ રિન્યુએબલ એનર્જીનો સૌથી ઓછા ખર્ચે ઉપલબ્ધ થતો સ્ત્રોત છે.’ ફાઈલિંગ અનુસાર આ ટેકનોલોજીની મદદથી મોંઘા ઈન્ટરમીડિએટ પગલા વગર સસ્તા કાચા માલથી મોનોક્રિસ્ટલાઈન સિલિકોન વેફર્સનું ઉત્પાદન કરી શકાય છે.

RIL ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ બજારમાં કામ કરવા માટે ભારતમાં ગીગા સ્કેલ વેફરના ઉત્પાદનની સુવિધાઓ ઊભી કરવા માટે NexWafe ની ટેકનોલોજીનો લાભ લેવાનું ઈચ્છી રહ્યું છે. Reliance અને NexWafe એ હાઈ એફિશિયન્સી ધરાવતા મોનોક્રિસ્ટલાઈન ‘ગ્રીન સોલર વેફર્સ’ના આધારે સંયુક્ત વિકાસ અને કોમર્શીયલાઈઝેશન માટે ઇન્ડિયા સ્ટ્રેટેજીક ભાગીદારી કરાર કર્યો છે.

RILનું વર્ષ 2030 સુધી 100GW રિન્યુએબલ એનર્જી (અથવા રાષ્ટ્રીય ટાર્ગેટનો 22 ટકા) ઉત્પન્ન કરવા માટે નિર્ધારિત ટાર્ગેટને પૂર્ણ કરવાની દિશામાં આ એક મહત્વનું એક પગલું છે.

રિલાયન્સ (Reliance) આગામી ત્રણ વર્ષમાં રિન્યુએબલ એનર્જીમાં રૂ. 75 હજાર કરોડ (Rs $10 બિલિયન)નું રોકાણ કરશે. જેમાં 5,000 એકર જમીનમાં ગીગા ફેક્ટરીની સ્થાપના સહીત ગુજરાતના જામનગરમાં ધીરૂભાઈ અંબાણી ગ્રીન એનર્જી કોમ્પલેક્ષ નામનું પરિસર શામેલ છે.

પરિસરમાં સૌર ઊર્જાના ઉત્પાદન માટે એક ઈન્ટિગ્રેટેડ સોલર ફોટોવોલ્ટેક મોડ્યુલ ફેક્ટરી, એડવાન્સ્ડ એનર્જી સ્ટોરેજ માટે એક યોગ્ય એનર્જી બેટરી ફેક્ટરી, ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવા માટે એક ઈલેક્ટ્રોલાઈઝર ફેક્ટરી અને હાઈડ્રોજનમાં પરિવર્તિત કરવા માટે એક ફ્યુઅલ સેલ ફેક્ટરીની સ્થાપના થઈ શકે છે. જેમાં ગીગા ફેક્ટરી માટે એન્સિલરી મટીરિયલ અને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવશે.

RIL એનર્જી અને મટીરિયલ બિઝનેસને ટ્રાન્સફોર્મ કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. જૂનમાં કંપનીની એન્યુઅલ જનરલ મીટિંગમાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) મુકેશ અંબાણીએ પોતાના નવા એનર્જીના બિઝનેસ માટે એક યોજના બનાવી હતી. પહેલી યોજના છે- હાયર ઈન્ટિગ્રેશનના માધ્યમથી સાયન્ટિક નોલેજ અને ટેકનોલોજીકલ ઈનોવેશન. બીજી યોજના છે- બિલ્ડીંગ બિઝનેસ મોડેલ, જેમાં અપવર્ડ કર્વ ક્લિન એનર્જીની માંગ માટે અને ડાઉનવર્ડ કર્વ ઉત્પાદનના ખર્ચ માટે. ત્રીજી યોજના છે- સંપત્તિ અને ઓપરેશન્સની એફિશિયન્સિના સુધારા પર કામ કરવું. છેલ્લા કેટલાક દિવસોમાં સંગઠને હસ્તાંતરણ અને ભાગીદારી કરી છે.

12 ઓક્ટોબરના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી. જેમાં RILએ જણાવ્યું કે, RNSEL એ હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સના વિકાસ અને ઉત્પાદન માટે Stiesdal A/S સાથે ભાગીદારી કરી છે. એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું છે કે, RNESLને તેના માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. Stiesdal એક ડેનિશ કંપની છે, જે ક્લાઈમેટ ચેન્જ પર ટેકનોલોજી વિકસિત કરે છે અને તેનું કોમર્શીયલાઈઝેશન કરે છે.

10 ઓક્ટોબરના રોજ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડે (RNESL) નોર્વે હેડક્વાર્ટર REC સોલર હોલ્ડિંગ્સ AS (REC Group)ના હસ્તાંતરણની જાહેરાત કરી. વૈશ્વિક સ્તર પર ફોટોવોલ્ટેઈક (PV) ઉત્પાદન પ્લેયર બનવા માટે RILના ન્યૂ એનર્જી વિઝન માટે આ હસ્તાંતરણ ખૂબ જ જરૂરી છે. જે સોલાર પ્લાન્ટના પર્ફોર્મન્સમાં વૃદ્ધિ કરનાર હેટેરોજંક્શન ટેકનોલોજી (HJT) ધરાવે છે.

તે ઉપરાંત એક અન્ય કરારમાં RNESL એ 10 ઓક્ટોબરના રોજ જણાવ્યું કે, તે કંપનીના ક્લિન એનર્જીના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર લિમિટેડ (SWSL) નું 40 ટકા હસ્તાંતરણ કરશે. ત્યારે બીજી તરફ BSE પર મંગળવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)નો શેર 0.66 ટકા વધીને રૂ. 2,668.55 પર બંધ થયો છે.

(નોંધ- ન્યૂઝ18 ગુજરાતી નેટવર્ક 18 ગ્રુપનો એક ભાગ છે. નેટવર્ક 18ને ઈન્ડિપેન્ડેન્ટ મીડિયા દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક લાભાર્થી છે.)
First published:

Tags: આરઆઇએલ, મુકેશ અંબાણી, રિલાયન્સ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन