Home /News /business /રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અને નીતા અંબાણીએ સંભાળી કમાન, 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા
રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અને નીતા અંબાણીએ સંભાળી કમાન, 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા
રિલાયન્સનું મિશન ઓક્સિજન : મુકેશ અને નીતા અંબાણીએ સંભાળી કમાન, 24 ટેન્કર્સ એરલિફ્ટ કર્યા
રિલાયન્સ આજે ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન એકલું કરી રહ્યું છે અને દર 10માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે, રિલાયન્સના મિશન ઓક્સિજનની દેખરેખ મુકેશ અંબાણી પોતે રાખી રહ્યા છે
નવી દિલ્હી : કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેરે આખા દેશને ચપેટમાં લઇ લીધો છે. ઓક્સિજનની અછતથી ઘણી જિંદગીઓ ખતમ થઇ ગઈ છે અને કેટલીક હજુ પણ ઝઝુમી રહી છે. આવા સમયે પોતાનું સામાજિક કર્તવ્યોનું મોટું ઉદાહરણ રજુ કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited)મિશન ઓક્સિજન (Mission Oxygen)શરૂ કર્યું છે. મોટી વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેયરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણીએ તેની કમાન સંભાળી છે. જેનાથી દેશના તે રાજ્યોમાં ઓક્સિજનની સપ્લાય કરવાનું કામ યુદ્ધ સ્તર પર શરૂ કરવામાં આવ્યું, જ્યા સૌથી વધારે જરૂર છે. તે પણ મફતમાં. રિલાયન્સે ઓક્સિજનની સપ્લાય ચેઇનને મજબૂત કરવા માટે સાઉદી અરબ, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને થાઇલેન્ડથી 24 ઓક્સિજન ટેન્કર્સ એરલિફ્ટ કર્યા છે. દેશમાં લિક્વિડ ઓક્સિજનની કુલ પરિવહન ક્ષમતામાં તેનાથી 500 MTનો વધારો થયો છે.
દરરોજ 1000 MTથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની જામનગર તેલ રિફાઇનરીમાં દરરોજ 1000 MTથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ આજે ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન એકલું કરી રહ્યું છે અને દર 10માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
આ રણનિતી પર ચાલી રહ્યું છે કામ
રિલાયન્સના મિશન ઓક્સિજનની દેખરેખ મુકેશ અંબાણી પોતે રાખી રહ્યા છે. તેમના નેતૃત્વમાં રિલાયન્સ ડબલ રણનિતી પર કામ કરી રહ્યું છે. પ્રથમ રિલાયન્સની જામનગર સ્થિત રિફાઇનરીના ઘણા પ્રોસેસમાં ફેરફાર કરીને વધારેમાં વધારે જીવનદાયી ઓક્સિજનનું નિર્માણ કરવું અને બીજુ લોડિંગ અને પરિવહન ક્ષમતાઓને વધારવી જેથી જરુરિયાતમંદ રાજ્યો સુધી ઓક્સિજનને સુરક્ષિત પહોંચાડી શકાય.
જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન થતા હતા તૈયાર, આજે ઓક્સિજનું ઉત્પાદન
રિલાયન્સની જામનગર રિફાઇનરીમાં કાચા તેલથી લઇ ડીઝલ, પેટ્રોલ અને જેટ ઇંધણ જેવા ઉત્પાદ બનાવવામાં આવતા હતા. જ્યાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવતું ન હતું. જોકે કોરોનાના કેસમાં જે રીતે વધારો થયો અને ઓક્સિજનની માંગ વધી તો તેને જોતા રિલાયન્સે પોતાના પ્રોસેસમાં ફેરફાર કરીને મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન શરુ કર્યું છે.
અત્યાર સુધી 55,000 MT મેડિકલ ગ્રેડ ઓક્સિજનની મફત સપ્લાય
ઘણા ઓછા સમયમાં રિલાયન્સે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન શૂન્યથી 1000 MT સુધી વધારી દીધું છે. આટલા ઓક્સિજનથી રોજ 1 લાખ દર્દીઓ શ્વાસ લઇ શકશે. એપ્રિલ મહિનામાં રિલાયન્સે 15000 MT અને મહામારીની શરૂઆતથી અત્યાર સુધી 55,000 MT મેડિકલ ગ્રેડ ઓક્સિજનની ફ્રી સપ્લાય કરી ચૂક્યું છે.
નાઇટ્રોજન ટેન્કર્સને ઓક્સિજન ટેન્કર્સમાં ફેરવ્યા, 24 ઓક્સિજન ટેન્કર્સ એરલિફ્ટ કર્યા
દેશમાં ઓક્સિજનની લોડિંગ અને સપ્લાય એક મોટું વિધ્ન બનીને ઉભર્યું છે. રિલાયન્સના એન્જિનિયર્સે તેનો ઉકેલ નાઇટ્રોજન ટેન્કર્સને ઓક્સિજન ટેન્કર્સમનાં ફેરવીને શોધ્યો છે. આ સિવાય સાઉદી અરબ, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ અને થાઇલેન્ડથી 24 ઓક્સિજન ટેન્કર્સ એરલિફ્ટ કર્યા છે. દેશમાં લિક્વિડ ઓક્સિજનની કુલ પરિવહન ક્ષમતા તેનાથી 500 MTનો વધારો થયો છે.
ભારતીય વાયુસેનાનો મળી રહ્યો છે સાથ
રિલાયન્સના આ મિશન ઓક્સિજન અંતર્ગત ટેન્કર્સને એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાનો ભરપૂર સહયોગ રહ્યો છે. આ સિવાય રિલાયન્સના પાર્ટનર્સ સાઉદી અરામકો અને બીપીએ ઓક્સિજન ટેન્કર્સના અધિગ્રહણમાં મદદ કરી છે. રિલાયન્સે ભારતીય વાયુસેના અને સહયોગી કંપનીઓનો આભાર વ્યક્ત કર્યો છે.
હાલના સમયે જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી - મુકેશ અંબાણી
રિલાયન્સની પહેલ પર સંતોષ વ્યક્ત કરતા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે ભારત કોવિડ-19ની બીજી લહેર સામે લડી રહ્યું છે. ત્યારે મારા માટે અને રિલાયન્સમાં અમારા બધા માટે જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી. ભારતમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનના ઉત્પાદન અને પરિવહન ક્ષમતાઓને વધારવાની તત્કાલ જરૂરિયાત છે. મને જામનગરના પોતાના એન્જિનિયર્સ પર ગર્વ છે જેમણે દેશભક્તિની ભાવના સાથે આ નવા પડકારને પુરો કરવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. હું રિલાયન્સ પરિવારના યુવાઓ દ્વારા દેખાડવામાં આવેલા દ્રઢ સંકલ્પનો કાયલ છું, તે એ સમયે ઉભા રહ્યા જ્યારે ભારતને તેની સૌથી વધારે જરૂરિયાત હતી.
દેશ અભૂતપૂર્વ સંકટથી પસાર થઇ રહ્યો છે, અમે દરેક સંભવ પ્રયત્ન કરીશું - નીતા અંબાણી
એક નિવેદનમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેયરપર્સન નીતા અંબાણીએ કહ્યું કે આપણો દેશ અભૂતપૂર્વ સંકટથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે મદદના તમામ પ્રયત્નો કરીશું. દરેક જીવન અનમોલ છે. અમારી જામનગર રિફાઇનરી અને પ્લાન્ટ્સને રાતોરાત બદલી દીધા છે જેથી ભારતમાં મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી શકે. અમારી પ્રાર્થના દેશવાસીઓ અને મહિલાઓની સાથે છે. સાથે મળીને આપણે આ મુશ્કેલ સમયને પસાર કરી દઇશું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર