USની એક બહુ મોટી કંપની Jioમાં કરશે 5655 કરોડ રૂપિયાનું રોકાણ, જાણો ડીલની 5 મોટી વાતો

News18 Gujarati
Updated: May 4, 2020, 11:07 AM IST
USની એક બહુ મોટી કંપની Jioમાં કરશે 5655 કરોડ રૂપિયાનું રોકાણ, જાણો ડીલની 5 મોટી વાતો
આવો જાણીએ Reliance Jio અને Silver Lake વચ્ચેની આ ડીલ સાથે જોડાયેલી 5 મોટી વાતો

આવો જાણીએ Reliance Jio અને Silver Lake વચ્ચેની આ ડીલ સાથે જોડાયેલી 5 મોટી વાતો

  • Share this:
નવી દિલ્હીઃ અમેરિકાની એક મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વર લેક (Equity Firm Silver Lake) રિલાયન્સ જિયો પ્લેટફોર્મ (Reliance Jio)માં 1.15 ટકા હિસ્સેદારી 75 કરોડ ડૉલર એટલે કે લગભગ 5655.75 કરોડ રૂપિયામાં ખરીદશે. આ ડીલના હિસાબથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)ની વેલ્યૂ 5.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. સિલ્વર લેકની આ ડીલ ફેસબુક ડીલની તુલનામાં વધુ વેલ્યૂએશન પર થઈ છે. નોંધનીય છે કે સિલ્વર લેક ટેક્નોલોજીએ વર્ષ 2013માં પર્સનલ કોમ્પ્યૂટર કંપની ડેલ (Dell)નું અધિગ્રહણ કર્યું હતું ત્યારબાદથી તે સૌની નજરોમાં આવી.

આવો જાણીએ આ ડીલ સાથે જોડાયેલી 5 મોટી વાતો

(1) 12.5 ટકા પ્રીમિયમ પર થઈ ડીલ-ફેસબુક (Facebook)ની તુલનામાં સિલ્વર લેક સાથે ડીલ વધુ આકર્ષક રહી છે.

(2) સિલ્વર લેકની સાથે ડીલ અનેક રીતે ફાયદારૂપ- ટેક્નોલોજીથી જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરવા મામલે સિલ્વર લેક દુનિયાની દિગ્ગજ કંપનીમાં સામેલ છે. સિલ્વર લેકનો કમ્બાઇન્ડ AUM (અસેટ્સ અન્ડર મેનેજમેન્ટ) 43 અબજ ડૉલરની છે. કંપનીએ લગભગ 100થી વધુ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તેના અધિકારી સિલકોન વેલી, ન્યૂયોર્ક, હોંગકોંગ અને લંડનમાં નિયુક્ત છે.

(3) ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની- જિયોનું લોન્ચિંગ વર્ષ 2016માં થયું હતું. ત્રણ વર્ષમાં જ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બની ગઈ છે. કંપનીની પાસે લગભગ 34 કરોડથી વધુ ગ્રાહક છે. બીજી તરફ, કંપનીની માર્કેટ વેલ્યૂ વધીને 5.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો, Facebook પછી Jio પ્લેટફૉર્મમાં Silver Lake કરશે 5,655 કરોડ રૂપિયાનું રોકાણ 

(4) 30 એપ્રિલે રિલાયન્સે કહ્યું હતું કે, ફેસબુક રોકાણ ઉપરાંત બોર્ડને એ જાણકારી આપવામાં આવી છે કે જિયોમાં બીજી સ્ટ્રેટેજિક અને ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટર્સ. પણ રસ દર્શાવ્યો છે જે આવનારા મહિનાઓમાં મોટું રોકાણ કરવા માંગે છે.

(5) બે સપ્તાહ પહેલા જ ફેસબુકમાં જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા હિસ્સેદારી 5.7 અબજ ડૉલરમાં લીધી હતી. ફેસબુકઅજિયોની આ ડીલ સોશિયલ મીડિયા નેટવર્કની સૌથી મોટી ડીલ છે.

ડિસ્ક્લેમર : ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ કંપનીનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.

આ પણ વાંચો, આજે આ જનધન ખાતાઓમાં સરકાર જમા કરશે 500-500 રૂપિયા, જાણો ક્યારે ઉપાડી શકાશે
First published: May 4, 2020, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading