Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સ

News18 Gujarati
Updated: April 30, 2020, 8:15 PM IST
Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સ
Q4 Results: 3 ગણી વધી Reliance Jioની નેટ પ્રોફિટ, 38.75 કરોડ કુલ સબ્સક્રાઇબર્સ

જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન કંપનીની નેટ પ્રોફિટ (Jio Net Profit)લગભગ ત્રણ ગણી વધીને 2,331 કરોડ રુપિયા પહોંચી ગઇ, રિલાયન્સ જિયો 38.75 કરોડ સબ્સક્રાઇબર્સની સાથે દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે

  • Share this:
નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની ટેલિકોમ એકમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)એ ચોથા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જાન્યુઆરીથી માર્ચ 2020 દરમિયાન કંપનીની નેટ પ્રોફિટ (Jio Net Profit)લગભગ ત્રણ ગણી વધીને 2,331 કરોડ રુપિયા પહોંચી ગઇ છે. ગત વર્ષે આ ગાળામાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ 840 કરોડ રુપિયા હતી. રિલાયન્સ જિયો 38.75 કરોડ સબ્સક્રાઇબર્સની સાથે દુનિયાની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

રિલાયન્સે કહ્યું હતું કે ફેસબુકને 43,574 કરોડ રુપિયામાં 9.99 ટકા સ્ટેક વેચ્યા પછી તેનો એક તિહાઇ ભાગ જિયો માટે રાખવામાં આવશે. જેનો ઉપયોગ ભવિષ્યમાં જિયો ઓપરેશંસને વધારવા માટે કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે આ કુલ ઇન્વેસ્ટમેન્ટમાં 14,976 કરોડ રુપિયા જિયો પ્લેટફોર્મ પાસે રહેશે જે કંપનીના ગ્રોથ પર તેને ખર્ચ કરવામાં આવી શકે.

આ પણ વાંચો - કોરોના સંકટ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પગાર નહીં લેવાનો નિર્ણય કર્યો

- જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ જિયો ઓપરેશંસ દ્વારા આવનાર સ્ટેન્ડઅલોન રેવેન્યૂ 14,835 કરોડ રુપિયા રહી.

- આ દરમિયાન જિયોનો EBITDA 6201 કરોડ રુપિયા અને EBITDA માર્જિન 41.8 ટકા રહ્યો.

- ચોથા કવાર્ટરમાં રિલાયન્સ જિયોની નેટ પ્રોફિટ 2,331 કરોડ રુપિયા રહી છે. ગત વર્ષેની સરખામણીમાં આ ગાળાનાં મુકાબલે ત્રણ ગણી વધારે છે. જાન્યુઆરી-માર્ચ 2019માં આ 840 કરોડ રુપિયા રહી હતી.- 31 માર્ચ 2020 સુધી દેશભરમાં રિલાયન્સ જિયોના કુલ 38.75 કરોડ સબ્સક્રાઇબર્સ છે. વર્ષ દર વર્ષના આધારે તેમાં 26.3 ટકાનો વધારો થયો છે.
First published: April 30, 2020, 8:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading