દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioનો Q1નો નફો વધીને 2,520 કરોડ રૂપિયા થયો

દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioનો Q1નો નફો વધીને 2,520 કરોડ રૂપિયા થયો
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jioનો Q1નો નફો વધીને 2,520 કરોડ રૂપિયા

પ્રથમ કવાર્ટરમાં Jioની આવક 16,557 કરોડ રૂપિયા રહી

 • Share this:
  નવી દિલ્હી : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio)નો વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નફો 2,520 કરોડ રૂપિયા રહ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં જિયોનો (Jio) નફો 2,332 કરોડ રૂપિયા રહ્યો હતો. પ્રથમ કવાર્ટરમાં Jioની આવક 16,557 કરોડ રૂપિયા રહી છે. લૉકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ બૂસ્ટથી જિયોનો ડેટા વપરાશ શાનદાર રહ્યો. કોરોનામાં પ્રતિબંધો છતા સબ્સક્રાઇબર્સ બેસમાં મજબૂતી જોવા મળી છે. પ્રથમ ક્વાર્ટરમાં Reliance Jioની એવરેજ રેવન્યૂ પર યૂઝર્સ (ARPU-Average Revenue Per Users)7.4 ટકા વધીને 140.3 રૂપિયા રહી છે. ગત ક્વાર્ટરમાં ARPU 130.6 રૂપિયા હતી.

  વર્ક ફ્રોમ હોમના (WHF)કારણે Jioનો ડેટા વપરાશ વધ્યો છે અને લૉકડાઉન પ્રતિબંધ છતા વોઇસ અને ડેટા ટ્રાફિક બંને વધવાની સાથે ગ્રાહક આધારમાં મજબૂતીથી વધારો થયો છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધારે Reliance Jioના ગ્રાહકોની સંખ્યા ચોથા ક્વાર્ટરના 38.8 કરોડથી વધીને 39.83 કરોડ પર પહોંચી ગઈ છે. Q1માં 1.51 કરોડનો વાયરલેસ ગ્રોસ એડિશન રહ્યો. પ્રથમ ક્વાર્ટરમાં પ્રતિ યૂઝર ડેટા વપરાશ 12.1 GB રહ્યો છે.

  આ પણ વાંચો - RIL Q1 Result: પ્રથમ ક્વાર્ટરમાં 13,248 કરોડ રૂપિયાનો નફો, જિયોનું શાનદાર પ્રદર્શન

  આરઆઈએલની ડિજિટલ એકમ Jio પ્લેટફોર્મે ફેસબુક સાથે દુનિયાના કેટલાક શીર્ષ ટેકનિક રોકાણકારોથી પ્રથમ ક્વાર્ટરમાં 1,52,056 કરોડ રૂપિયા ભેગા કર્યા છે. RIL હવે દુનિયાની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી એક છે, જેનો રેકોર્ડ હાઇ પ્રાઇસ પર માર્કેટ કેપ 13.92 લાખ કરોડ રૂપિયા છે.
  Published by:Ashish Goyal
  First published:July 30, 2020, 21:43 pm

  ટૉપ ન્યૂઝ