રિલાયન્સ Jioનો બીજા ક્વાર્ટરમાં નફો વધીને 990 કરોડ રૂ. થયો

News18 Gujarati
Updated: October 19, 2019, 1:45 PM IST
રિલાયન્સ Jioનો બીજા ક્વાર્ટરમાં નફો વધીને 990 કરોડ રૂ. થયો
પ્રતિકાત્મક તસવીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના CMD મુકેશ અંબાણીએ કહ્યું કે, 'જિયો ભારતનું સૌથી મોટું સર્વિસ પ્રોવાઇડર બની ગયું છે. 4 જી સબ્સ્ક્રાઇબર્સ અને 4 જી ડેટા ટ્રાફિકની બાબતમાં આજે જિયોનો બજારમાં સૌથી વધુ હિસ્સો છે.

  • Share this:
રિલાયન્સ જિયોનું પ્રદર્શન સતત સારું થઈ રહ્યું છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રિલાયન્સ જિયોનો કુલ નફો 11.1 ટકા વધીને 990 કરોડ રૂપિયા રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન રિલાયન્સ જિયો (Reliance Jio) ની કુલ આવક 5.8 ટકા વધીને 12,354 કરોડ થઈ. છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક 11,679 કરોડ રૂપિયા હતી. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રિલાયન્સ જિયોની ઇબીઆઇટીડીએ 10.2 ટકા વધીને 5,166 કરોડ થઈ. પહેલા ક્વાર્ટરમાં 4,686 કરોડ રૂપિયા રહ્યા હતા. ઇબીઆઇટીડીએ BITDA માર્જિનની વાત કરીએ તો આ ત્રિમાસિકગાળામાં તે પહેલા ક્વાર્ટરમાં 40.1ટકાની તુલનામાં 41.8 ટકા રહ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર થયા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના CMD મુકેશ અંબાણી (Mukesh Ambani)એ કહ્યું કે, 'જિયો ભારતનું સૌથી મોટું સર્વિસ પ્રોવાઇડર બની ગયું છે. 4 જી સબ્સ્ક્રાઇબર્સ અને 4 જી ડેટા ટ્રાફિકની બાબતમાં આજે જિયોનો બજારમાં સૌથી વધુ હિસ્સ
First published: October 19, 2019, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading