Home /News /business /

Reliance: જિયોએ સસ્તી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે SES સાથે કર્યો કરાર, ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું

Reliance: જિયોએ સસ્તી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ માટે SES સાથે કર્યો કરાર, ડિજિટલ ઇન્ડિયા તરફ વધુ એક પગલું

જિયો-SES વચ્ચે કરાર

Reliance Jio: જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને SES આ સંયુક્ત સાહસમાં (Jio-SES Tie Up) ક્રમશ: 51% અને 49% ઇક્વિટી હિસ્સો ધરાવશે. જિયો અને એસઈસએસના સંયુક્ત સાહસનું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. (Jio Space Technology Limited) છે.

    નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટા-કંપની Jio પ્લેટફોર્મ્સે (Jio Platforms) 14 ફેબ્રુઆરીએ ભારતમાં નેક્સ્ટ જનરેશન સ્કેલેબલ અને સસ્તી બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડવા માટે લક્ઝમબર્ગ સ્થિત સેટેલાઇટ સર્વિસ પ્રોવાઇડર SES સાથે ટાઇ-અપ (Tie Up)ની જાહેરાત કરી હતી. રિલાયન્સના એક ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને SES આ સંયુક્ત સાહસમાં (Jio-SES Tie Up) ક્રમશ: 51% અને 49% ઇક્વિટી હિસ્સો ધરાવશે. નિવેદન પ્રમાણે જિયો અને SESનું આ સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે.

    જિયો અને એસઈસએસના સંયુક્ત સાહસનું નામ જિયો સ્પેસ ટેક્નોલોજી લિ. (Jio Space Technology Limited) છે. આ સંયુક્ત સાહસ ભારતમાં સેટેલાઇટ ટેક્નોલોજી આધારિત ન્યૂ ઝનરેશનની રસ્તી, આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે.

    100 GBPS સુધીની ક્ષમતા

    અધિકારિક નિવેદનમાં જણાવ્યા અનુસાર, “સંયુક્ત સાહસ ભારતમાં SESના સેટેલાઇટ ડેટા અને કનેક્ટિવિટી સેવાઓ પ્રદાન કરવા માટેનું માધ્યમ હશે. સિવાય કે ચોક્કસ આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ અને મેરીટાઇમ ગ્રાહકો કે જેમને SES દ્વારા સેવા આપવામાં આવી શકે છે. SES દ્વારા તેમની પાસે 100 Gbps ક્ષમતા સુધીની ઉપલબ્ધતા હશે અને આ બજાર તકને અનલૉક કરવા માટે Jioની પ્રીમિયર પોઝિશન અને ભારતમાં વેચાણની પહોંચનો લાભ ઉઠાવી શકાશે.”

    સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવશે. નિવેદનમાં નોંધવામાં આવ્યું છે કે, આ કરારનું કુલ મૂલ્ય લગભગ $100 મિલિયન છે.

    ગ્રાહકોને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડશે - આકાશ અંબાણી

    જિયો પ્લેટફોર્મના ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યા અનુસાર, “જ્યારે અમે અમારી ફાઇબર-આધારિત કનેક્ટિવિટી અને FTTH વ્યવસાયના વિકાસને આગળ વધારી રહ્યા છીએ અને 5Gમાં રોકાણ કરી રહ્યા છીએ, ત્યારે SES સાથેનું આ નવું સંયુક્ત સાહસ મલ્ટી-ગીગાબીટ બ્રોડબેન્ડના આ વિકાસને વધુ વેગ આપશે. સેટેલાઇટ સંચાર સેવાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વધારાના કવરેજ અને ક્ષમતા સાથે Jio દૂરના શહેરો અને ગામડાઓ, સાહસો, સરકારી સંસ્થાઓ અને ગ્રાહકોને નવા ડિજિટલ ઈન્ડિયા સાથે જોડવામાં સક્ષમ બનશે. SES સાથેના આ નવા સાહસ માટે અમે ખૂબ ઉત્સાહિત છીએ.” આ સંયુક્ત સાહસ સરકારની ગતિ શક્તિ પહેલ સાથે પણ સુસંગત છે, જેનો ઉદ્દેશ સારી કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Broadband, Internet, Jio, રિલાયન્સ

    આગામી સમાચાર