રિલાયન્સ Jio-ADIA ડીલ : જિયો પ્લેટફોર્મ્સના નવા રોકાણકાર વિશે આટલું જાણો

ફાઇલ તસવીર

દુનિયાની સૌથી મોટી સૉવેરિયન વેલ્થ ફંડ્સ કંપનીઓમાંની એક એવી ADIA તરફથી જિયો પ્લેટફોર્મ્સમાં રૂપિયા 5,683.5 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

 • Share this:
  મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો પ્લેટફોર્મ્સમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઑથોરિટી (ADIA)એ રોકાણની જાહેરાત કરી છે. દુનિયાની સૌથી મોટી સૉવેરિયન વેલ્થ ફંડ્સ કંપનીઓમાંની એક એવી ADIA તરફથી જિયો પ્લેટફોર્મ્સમાં રૂપિયા 5,683.5 કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે.

  Crunchbaseના જણાવ્યા પ્રમાણે ADIA પાસે આશરે 700 બિલિયન ડોલરની સંપત્તિ છે. આ ઉપરાંત કંપનીએ દુનિયાની 18 કંપનીઓમાં રોકાણ કર્યું છે.

  કંપની તરફથી ભારતના ઇક્વિટી માર્કેટમાં વર્ષોથી રોકાણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં કંપની વિવિધ આઈપીઓ અને ફિક્સ્ડ ઇનકમ મળે તેમાં રોકાણ કરતી હતી. તાજેતરના વર્ષોમાં કંપનીએ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ અને પ્રાઇવેટ ઇક્વિટિઝમાં રોકણ કર્યું છે.

  આ પણ વાંચો :  ADIA જિયો પ્લેટફોર્મમાં 1.16 ટકના હિસ્સેદારી માટે કરશે રોકાણ, ડીલની મુખ્ય વાતો

  ADI અને ભારતના નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) તરફથી એપ્રિલ 2019માં એક કરાર કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે બંને કંપનીએ જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એરપોર્ટ યુનિટમાં 49 ટકા ભાગીદારી ખરીદવાની હતી.

  આ ઉપરાંત ADIA તરફથી રિવ્યૂએબલ એનર્જી ફર્મ ગ્રીન્કો એનર્જી હોલ્ડિંગ્સમાં 495 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જે વિન્ડ, સોલાર અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ ચલાવે છે. બંધન બેંકના આઈપીઓમાં પણ ADIA તરફથી મોટું રોકાણ કરવામાં આવ્યું હતું.

  ADIA અબૂધાબી સરકાર વતી વર્ષ 1976થી રૂપિયાનું રોકાણ કરે છે. કંપની મોટા ભાગે લાંબા ગાળે સંપત્તિનું સર્જન થાય તે વાતનું ધ્યાન રાખીને રોકાણ કરે છે.

  (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.)
  Published by:Vinod Zankhaliya
  First published: