Home /News /business /

Reliance Jioએ ટેલિકોમ ટાવરોની તોડફોડની વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

Reliance Jioએ ટેલિકોમ ટાવરોની તોડફોડની વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

આ સિવાય જીયોનો 749 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ કોલ ઓફર કરવામાં આવે છે. ગ્રાહકોને એક સાઇકલ એટલે કે 28 દિવસ માટે 50 એસએમએસ મળે છે.

પંજાબ અને હરિયાણામાં Jio ટાવરો પર કોણ હુમલા કરી રહ્યું છે? રિલાયન્સ જિયો ટેલીકોમે આ મુદ્દા પર હાઈકોર્ટમાં કરી પીટીશન

  નવી દિલ્હીઃ છેલ્લા ઘણા દિવસોથી કૃષિ બિલો (Agriculture Laws)ના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનો (Farmers Protest) હવે ઉગ્ર થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકર્તાઓએ પંજાબમાં રિલાયન્સ જિયો (Reliance Jio)ના ઘણા બધા ટાવરને નુકસાન પહોંચાડ્યું છે. પંજાબ સરકારે ખેડૂતોને આગ્રહ કર્યો હતો કે તેઓ આવું ન કરે, પરંતુ તેમની અપીલની કોઈ અસર થઈ નહોતી. હવે આ મામલમાં રિલાયન્સ જિયો હાઈકોર્ટ પહોંચી છે અને સરકારને આ મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની સબ્સિડિયરી કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના માધ્યમથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. પોતાની અરજીમાં રિલાયન્સે સરકારને કહ્યું છે કે તેઓ આ મામલામાં હસ્તક્ષેપ કરે અને તોડફોડની આ ગેરકાયદેસર ઘટનાઓને પૂરી રીતે રોકવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હિતશત્રુઓ દ્વારા રિલાયન્સ જિયોનો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા કેમ્પેન અંગે પણ તપાસ થવી જોઈએ.

  રિલાયન્સ જિયોએ કોર્ટમાં કરેલી પીટીશનમાં કહ્યું કે, અરજદાર અને તેની મુખ્ય કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેના સહયોગીઓની વિરુદ્ધ હિતશત્રુઓ પોતાના લાભ અને એજન્ડા ચલાવવા માટે સક્રિય ભૂમિકા ભજવીને ખેડૂતોમાં ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. હિતશત્રુઓ એવી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે સરકારે પાસ કરેલા કૃષિ બિલોથી રિલાયન્સને ફાયદો થવાનો છે, જે બાબત પાયાવિહોણી છે.

  આ પણ વાંચો, EPFO ખાતામાં ક્રેડિટ કરી રહ્યું છે વ્યાજ, શું આપના એકાઉન્ટમાં આવ્યા નાણા, આવી રીતે ચેક કરો બેલેન્સ

  આ ઘટનાક્રમ બાદ, રિલાયન્સ જિયોએ કેટલાક અગત્યના પગલા લીધા છે. જિયો એ એકમાત્ર કંપની છે જે કોઈ ચાઇનીઝ પ્રોડક્ટસ નથી ઉપયોગમાં લેતી. બીજી તરફ, એરટેલ અને વોડાફોન-આઇડિયા મોટાભાગે ચાઇનીઝ સાધનોનો ઉપયોગ કરે છે.

  રિલાયન્સ જિયોએ આ ઉપરાંત વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના એજન્ડાને આગળ ધપવતા આપબળે 5G ટેક્નોલોજીને વિકસાવી છે. સૂત્રો મુજબ, રિલાયન્સ જિયોનું આ પગલું વિદેશી તાકાતો અને રાજકીય હિત ધરાવતી પાર્ટીઓ પચાવી નથી શક્યા જેથી તેઓ પણ પ્રતિદ્વંદીઓની રમતમાં સામેલ થઈ ગયા છે.

  રિલાયન્સ જિયોએ પહેલા જ એરટેલ અને વોડાફોન-આઇડિયાની વિરુદ્ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને TRAIને ફરિયાદ કરી છે. સૂત્રો મુજબ, મલ્ટીનેશનલ કંપનીઓ ઓપન માર્કેટમાં સ્પર્ધા કરવાને બદલે ગંદી રમત રમી રહ્યા છે. આ કંપનીઓએ આવી જ ગંદી રમત 2016માં રમી હતી જ્યારે જિયોની સર્વિસ લૉન્ચ થઈ હતી. TRAI અને DoT બનેએ એરટેલ અને વોડાફોન-આઇડિયાના માથે 3 હજાર કરોડની પેનલ્ટી ફટકારી હતી પરંતુ કોઈ અગમ્ય કારણસર DoT આ રકમની ભરપાઈ ન કરવા પર બંને કંપનીઓ સામે કોઈ પગલાં નથી લઈ રહી.

  આ પણ વાંચો, લગભગ બે મહિનાથી ‘ગુમ’ છે ચીની અબજપતિ જૈક મા, કંપનીની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ

  રિલાયન્સ રિટેલે કહ્યું છે કે, તેઓ માત્ર નાના વેપારીઓ અને સ્ટોકિસ્ટોને અમેઝોન અને વોલમાર્ટ જેવી મોટી આંતરરાષ્રીલઈય કંપનીઓથી બચાવી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આરોપ છે કે આ મલ્ટીનેશનલ કંપનીઓ રિલાયન્સ રિટેલને નષ્ટ કરવા માંગે છે. અને તેથી નાણા અને પોતાની શક્તિનો ઉપયોગ નાના વેપારીઓની વિરુદ્ધ કરે છે.

  ઉલ્લેખનીય છે કે, ખેડૂત આંદોલન દરમિયાન પંજાબ અને હરિયાણામાં રિલાયન્સ જિયોના લગભગ 1500 ટાવરોને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પંજાબના અલગ અલગ વિસ્તારોથી જિયોના ટાવરો પર ખેડૂત આંદોલનના ઝંડા લગાવ્યા હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ હતી.

  ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Farmers Protest, Reliance Industries, કોર્ટ, પંજાબ, રિલાયન્સ જીયો, હરિયાણા

  આગામી સમાચાર