રિલાયન્સ જિયોની વધુ એક કમાલ, વેબ બ્રાઉઝર JioPages થયું લોન્ચ

રિલાયન્સ જિયોની વધુ એક કમાલ, વેબ બ્રાઉઝર JioPages થયું લોન્ચ

આ અંગ્રેજી સિવાય હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં કામ કરવા માટે સક્ષમ છે

 • Share this:
  નવી દિલ્હી : રિલાયન્સ જિયોએ (Reliance Jio)પોતાનું ભારતમાં વિકસિત મોબાઇલ બ્રાઉઝર જિયો પેજેસ (JioPages)લોન્ચ કર્યું છે. આ આઠ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ ગ્રાહકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે અને તમને શાનદાર બ્રાઉઝિંગનો અનુભવ પ્રદાન કરશે. આ અંગ્રેજી સિવાય હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં કામ કરવા માટે સક્ષમ છે.

  મંગળવારે તેનું અપડેટ સંસ્કરણ ગુગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ થઈ ગયું છે. આને ક્રોમિયમ બ્લિંક એન્જીન પર વિકસિત કરવામાં આવ્યું છે. આ ઝડપથી એન્જીન માઇગ્રેશન કરીને ગ્રાહકોને શાનદાર બ્રાઉઝિંગ અનુભવ પ્રદાન કરાવે છે. સાથે ઝડપથી વેબ પેજોને લોડ કરે છે. આ સિવાય પ્રભાવી મીડિયા સ્ટ્રિમિંગ, ઇમોજી ડોમેનને સમર્થન અને કૂટભાષામાં ઇન્ટરનેટ કનેક્શનની સુવિધા પણ આપે છે.

  આ પણ વાંચો - હવે કોરોના વાયરસને ખતમ કરશે આ ખાસ AC!આવી રીતે કરશે કામ

  જિયાના પ્રવક્તાએ કંપનીનું આ નવું બ્રાઉઝર લોન્ચ કરવાની પૃષ્ટી કરી છે. જોકે તેના વિશે વધારે જાણકારી આપવાથી ના પાડી હતી. સૂત્રોએ કહ્યું કે કંપનીના જુનો બ્રાઉઝરને જ ગુગલ પ્લેસ્ટોર પર 1.4 કરોડથી વધારે ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: