Reliance Jio Q2 Results: જિયોએ જાહેર કર્યા બીજા ક્વાર્ટરના પરિણામ, નેટ પ્રોફિટ 23.5% વધીને 3528 કરોડ રૂપિયા રહી

જિયોએ જાહેર કર્યા બીજા ક્વાર્ટ્સના પરિણામ

Reliance Jio Q2 Results: સપ્ટેમ્બર ક્વાર્ટ્સમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 18735 કરોડ રૂપિયા રહી છે

  • Share this:
    મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની (RIL)ટેલિકોમ એકમ રિલાયન્સ જિયોએ (Reliance Jio)શુક્રવારે વર્તમાન વિત્ત વર્ષ (2021-22)ના બીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામ જાહેર (Reliance Jio Q2 Results)કર્યા છે. જિયોનું સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 2021 ક્વાર્ટ્સમાં 3528 કરોડ રૂપિયા રહ્યું છે. આ વર્ષ જૂન ક્વાર્ટરમાં કંપનીની નેટ પ્રોફિટ 3501 કરોડ રૂપિયા હતી.

    સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન આવક 18735 કરોડ રૂપિયા રહી છે. આ પહેલા જૂન ક્વાર્ટરમાં કંપનીની આવક 17,994 કરોડ રૂપિયા હતી. કંપનીની સ્ટેન્ડઅલોન EBITDA સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8989 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન કંપનીનું માર્જિન 48 ટકા રહ્યું.

    શું રહી એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર (ARPU)

    સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં જિયોની એવરેજ રેવન્યૂ પ્રતિ યૂઝર્સ (ARPU)દર મહિને 143.6 રૂપિયા રહી છે. આ ક્વાર્ટરમાં કુલ ડેટા ટ્રાફિક ક્વાર્ટર દર ક્વાર્ટર આધાર પર 50.9% વધીને 23 અબજ GB રહી. 30 સપ્ટેમ્બર 2021 સુધી જિયોના કુલ કસ્ટમર બેસ 42.95 કરોડ યૂઝર્સ છે. સપ્ટેમ્બર ક્વાર્ટ્સમાં 2.38 કરોડ નવા યૂઝર્સ જોડાયા છે.

    RIL Q2 Result:રિલાયન્સનો નફો 46% વધીને 15,479 કરોડ થયો

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. માર્કેટ કેપ (Market cap)દ્વારા દેશની સૌથી મોટી કંપની, તેનો નફો 30 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 46% વધીને 15,479 કરોડ રૂપિયા થયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 10,602 કરોડ રહ્યો હતો. જ્યારે ત્રિમાસિક ધોરણે કંપનીનો નફો સમાન નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં રૂ. 13,806 કરોડ હતો. ત્રિમાસિક ધોરણે, તેમાં 12.1 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

    કંપનીની એકીકૃત આવક 1,67 લાખ કરોડ રૂપિયા

    કંપનીની આવક એટલે કે રેવન્યૂ પણ 50 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં કંપનીએ માહિતી આપી છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની એકીકૃત આવક રૂ. 1.67 લાખ કરોડ રહી છે. જ્યારે સમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની સંકલિત આવક રૂ. 1.40 લાખ કરોડ હતી.
    Published by:Ashish Goyal
    First published: