રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો

News18 Gujarati
Updated: April 14, 2019, 6:16 PM IST
રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો
રિલાયન્સ જિયોએ ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો

ગુજરાતમાં જિયોના ગ્રાહકોની સંખ્યા ૧.૯૫ કરોડ

  • Share this:
મુંબઈ: ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ તેની કામગીરીના અઢી વર્ષના સમયગાળામાં ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો છે. તેમાથી તેના ગુજરાત ખાતેના કુલ યુઝર્સની સંખ્યા ૧.૯૫ કરોડ છે. કંપની બીજી માર્ચના રોજ આ સીમાચિન્હ પર પહોંચી હતી. તેમા પણ આઇપીએલની ચાલી રહેલી સીઝનમાં જિયોના યુઝર્સની સંખ્યા ૩૦ કરોડ ગ્રાહકોને વટાવી ગઈ હતી.

જિયોએ ભારતમાં તેની વ્યાપારી કામગીરી શરૂ કર્યાના ૧૭૦ દિવસમાં જ દસ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો. ડિસેમ્બર ૨૦૧૮ના પૂરા થયેલા ક્વાર્ટરના અંતે નાણાકીય કામગીરીમાં ભારતી એરટેલે ૨૮.૪ કરોડ ગ્રાહકો નોંધાવ્યો હતો. રેગ્યુલેટરી ફાઇલિંગ્સ મુજબ ભારતી એરટેલ ડિસેમ્બરના અંતે ૩૪ કરોડ ગ્રાહકો ધરાવતી હતી અને જાન્યુઆરીના અંતે તેના ગ્રાહકોની સંખ્યા ૩૪ કરોડ કરતાં વધારે હતી.

ભારતી એરટેલે તેની કામગીરીના ૧૯મા વર્ષે ૩૦ કરોડ ગ્રાહકોનો આંક વટાવ્યો હતો. સમગ્ર દેશની સૌથી મોટી ઓપરેટર વોડાફોન આઇડિયા વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના ૩૧ ઓગસ્ટ ૨૦૧૮ના મર્જર પછી ૪૦ કરોડ ગ્રાહક ધરાવે છે.
First published: April 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...