Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત

News18 Gujarati
Updated: July 15, 2020, 3:09 PM IST
Jio આવતા વર્ષે લોન્ચ કરશે મેડ ઇન ઇન્ડિયા 5G સર્વિસ - મુકેશ અંબાણીની જાહેરાત

  • Share this:
મુંબઈ : આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43મી AGM (RIL 43rd AGM 2020) મળી છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણી (Reliance Industry Chairman Mukesh Ambani) શેરહોલ્ડર્સને વીડિયો કૉન્ફરન્સથી સંબોધિત કરી રહ્યા છે. ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, જિયોએ મેડ ઇન ઇન્ડિયા 5G સોલ્યૂશન તૈયાર કરી લીધું છે. જે ભારતમાં વર્લ્ડ ક્લાસ 5G સર્વિસ પ્રદાન કરશે. આ સાથે તે પણ જણાવ્યું કે, સ્પેક્ટ્રમ આવતાની સાથે આનું ટ્રાયલ પણ શરૂ થઇ જશે.

મુકેશ અંબાણીએ જિયોનાં 5G સોલ્યૂશનને પીએમ મોદીનાં આત્મનિર્ભર ભારતને સમર્પિત કર્યું છે. જેને આવતા વર્ષ સુધી રજૂ કરવામાં આવશે. આ 100 ટકા મેઇડ ઇન ઇન્ડિયા હશે.

આ દરમિયાન મુકેશ અંબાણી તરફથી જિયો પ્લેટફોર્મ્સના સતત 14માં રોકાણ નવા પાર્ટનરની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીની જાહેરાત પ્રમાણે સર્ચ એન્જિન ગૂગલ Jio Platformsમાં 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ગૂગલ Jio Platformsમાં આ રોકાણ સાથે 7.7 ટકા હિસ્સો ખરીદશે. આ સાથે જ Jio Platforms તરફથી અત્યાર સુધી વિવિધ પાર્ટનર્સ પાસેથી 1,52, 056 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - મુકેશ અંબાણીની મોટી જાહેરાત : Jio Platformsમાં ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિયો મીટ ભારતનું પહેલું અને એકમાત્ર ક્લાઉડ બેસ્ડ વીડિયો કોન્ફરન્સિંગ એપ છે. આને માત્ર બે જ મહિનામાં યંગ જિયો પ્લેટફોર્મ ટીમે બનાવ્યું છે. આ એપનાં લોન્ચનાં થોડા જ દિવસમાં આને 50 લાખ લોકોએ ડાઉનલોડ કરી લીધું છે.

આ પણ જુઓ - 

આકાશ અંબાણીએ AGM માં JioTV+ ને રજૂ કર્યુ છે. તેમણે કહ્યું કે JioTV+ માં વર્લ્ડ લિડીંગ 12 OTT કંપનીઓનાં કન્ટેન્ટ હશે. તેમાં Netflix, Amazon Prime, Disney+ Hotstar, Voot, SonyLiv, Zee5, JioCinema, JioSaavn, YouTube જેવી અન્ય એપ્સ પણ શામેલ હશે.
Published by: Kaushal Pancholi
First published: July 15, 2020, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading