Home /News /business /

કમાણીના મામલામાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની Reliance Jio

કમાણીના મામલામાં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની Reliance Jio

દેશના ગામ-ગામ સુધી જીયોના નેટવર્ક અને ખુબ ઓછા ભાવમાં સર્વિસ ઓફર કરવાના કારણે યૂઝર્સ વચ્ચે તેની લોકપ્રિયતા ખુબ વધી છે

4જી સર્વિસ લોન્ચ કર્યા બાદ આટલો વધ્યો જીયોનો માર્કેટ શેર જૂન 2018 ત્રીમાસિકમાં 22.4 ટકા પહોંચી ગયો

  રિલાયન્સ જીયો ઈન્ફોકોમ કમાણીના મામલામાં દેશની બીજી મોટી કંપની બની ગઈ છે. રેવન્યૂ માર્કેટ શેર(આરએમએસ)ના હિસાબે રિલાયન્સે હવે વોડાફોન ઈન્ડીયાની જગ્યા લઈ લીધી છે. આ સાથે જ રેવન્યૂના મામલામાં ભારતી એરટેલ અને રિલાયન્સ જીયોનું અંતર પણ ઓછુ થયું છે.

  દેશના ગામ-ગામ સુધી જીયોના નેટવર્ક અને ખુબ ઓછા ભાવમાં સર્વિસ ઓફર કરવાના કારણે યૂઝર્સ વચ્ચે તેની લોકપ્રિયતા ખુબ વધી છે અને આ કારણે કંપનીની કમાણીમાં આ વધારો જોવા મળ્યો છે.

  4જી સર્વિસ લોન્ચ કર્યા બાદ આટલો વધ્યો જીયોનો માર્કેટ શેર જૂન 2018 ત્રીમાસિકમાં 22.4 ટકા પહોંચી ગયો. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયાના ફાયનાન્શિયલ ડેટામાંથી મળતી જાણકારી પ્રમાણે, આ વર્ષે માર્ચમાં ખતમ થયેલા ત્રીમાસિક મુકાબલે આ ક્વાર્ટરમાં કંપનીની રેવન્યૂ માર્કેટ શેરમાં 2.53 ટકાનો વધારો થયો છે.

  આઈડીયા અને વોડાફોનના મર્જર બાદ તે ટેલિકોમ સેક્ટરની નંબર વન કંપની બની જશે
  જીયોએ માર્ચ 2018માં આરએમએસના આદાર પર આઈડીયાને પછાડી દીધી હતી. જીયોનું મજબૂત પ્રદર્શન એવા સમયે સામે આવ્યું, જ્યારે આઈડીયા અને વોડાફોનનું મરજ્ર થવાનું છે. માનવામાં આવી રહ્યું છે કે, આઈડીયા અને વોડાફોનના મર્જર બાદ તે દેશની સૌથી મોટી કંપની બની જશે, જેની આરએમએસ 35 ટકા હશે. ત્યારે એરટેલ બીજા અને જીયો જીરા નંબર પર પહોંચી જશે.

  જીયોનું પ્રદર્શન બી અને સી સર્કલમાં સારૂ રહ્યું - ICICI સિક્યોરીટી
  વોડાફોન અને આઈડીયાનું મર્જર પુરૂ થવા માટે હવે માત્ર કંપની લો ટ્રાયબ્યૂનલની મંજૂરી જોઈએ છે. આ મર્જર જૂનના અંત સુધીમાં થઈ જશે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક નોટમાં લખ્યું છે કે, જીયોનું પ્રદર્શન બી અને સી સર્કલમાં વદારે સારૂ રહ્યું. જૂન ક્વાર્ટરમાં કંપનીના સારા પ્રદર્શનના કારણે સી સર્કલમાં તેનું શાનદાર પ્રદર્શન રહ્યું. આમાં કંપનીની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)માં ત્રીમાસિકના આધારે 17.2 ટકા વધારો થયો, જેથી કંપનીની ઓવરઓલ એજીઆરમાં 17 ટકા તેજી જોવા મળી. સબસ્ક્રાઈબર્સની સંખ્યા પ્રમાણે જીયો 21.5 કરોડ યૂઝર્સ સાથે જૂનના અંત સુધીમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Become, રિલાયન્સ જીયો

  આગામી સમાચાર