બે સપ્તાહમાં 60,596 કરોડ રૂપિયાની ડીલ કરી Jio બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની

News18 Gujarati
Updated: May 8, 2020, 1:49 PM IST
બે સપ્તાહમાં 60,596 કરોડ રૂપિયાની ડીલ કરી Jio બની દેશની ત્રીજી સૌથી મોટી કંપની
રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યૂ વધીને 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે

રિલાયન્સ જિયોની માર્કેટ વેલ્યૂ વધીને 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries)એ જિયો પ્લેટફોર્મ (Reliance Jio Platforms) માટે છેલ્લા 16 દિવસમાં 3 ડીલ કરી છે. આ ડીલ દ્વારા કુલ 60596 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણથી રિલાયન્સ જિયો (Reliance Jio Market Value)ની માર્કેટ વેલ્યૂ વધીને 5.16 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ હિસાબે જોઈએ તો શૅર બજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અત્યાર સુધી બે કંપનીઓ જ જિયોથી આગળ છે. તેમાં એક જિયોની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી આઈટી કંપની TCS છે.

રિલાયન્સ જિયોને મે 2016માં લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં કંપનીએ મોટું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જિયોની પાસે લગભગ 38 કરોડ ગ્રાહક છે. આ હિસાબથી ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

માર્કેટ કેપના હિસાબથી દેશની ટૉપ 10 કંપનીઓ


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
ટીસીએસરિલાયન્સ જિયો
એચડીએફસી બેંક
એચયૂએલ
એચડીએફસી લિમિટેડ
એરટેલ
ઇન્ફોસિસ
કોટક મહિન્દ્રા
ICICI બેંક
આઈટીસી

નોંધનીય છે કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (Vista Equity Partners)એ રિલાયન્સ જિયોમાં 11367 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. Vista Equityએ રિલાયન્સ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો છે. Vista Equity Partnersએ રિલાયન્સ જિયોમાં આ રોકાણ Technological Partner પાર્ટનર તરીકે કર્યું છે. આ રોકાણ FB ડીલના 12.5 પ્રિમિયમ પર કરવામાં આવ્યું છે. એટલે કે સોદો FB ડીલના ભાવથી 12.5 ટકા મોંઘો છે. નોંધનીય છે કે Vista Equity Partners અમેરિકાનું રોકાણ ફંડ છે.

ડિસ્કેલમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.

આ પણ વાંચો, USની PE ફર્મ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ. 11,367 કરોડનું રોકાણ કરશે

આ પણ વાંચો, ટ્રમ્પનો અંગત સેવક કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપ્રમુખે કહ્યું, હવે રોજ ટેસ્ટ કરાવીશ
First published: May 8, 2020, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading